અવતારની લીલા સમાપ્તી – ચીરાગ પટેલ
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

8 comments
Comments feed for this article
November 3, 2007 at 12:19 am
sunil shah
અલંકારોનો ખુબ સુંદર ઉપયોગ, ગમ્યું.
November 4, 2007 at 1:27 am
suresh jani
Oh! What a vision. Really great.
November 4, 2007 at 6:21 am
Pinki
nice thought ……… nice presentation………..
virodhabhas kharekhar vastavik chhe tethi aanandprad….!!
November 4, 2007 at 6:37 am
Jugalkishor
પ્રીય ચીરાગ,
તમે આ વીષયની વ્યાપકતા અને ઉંડાણ બંને સમજવા મથી રહ્યા છો. આ ગહન વીષયને તમારા રસનો વીષય બનાવીને તમારો પરીચય આપી દીધો છે.
હું આ લખાણોને નીરાંતે વાંચવા માગું છું. બહુ જ ટુંકમાં તમે મોટા ફલકને વર્ણવ્યું છે. તમને અભીનંદન અને તમારા પ્રયાસને વંદન.
November 4, 2007 at 7:17 am
ramesh shah
સામાન્ય (મારા જેવાં)વાંચક ને જલ્દી જલ્દી પલ્લે ન પડે એવી ગહન રચના.જૂગલભાઈ કે સુરેશભાઈ જેવાં મર્મગ્ન્ય અથવા ચિરાગભાઈજ સમજાવી શકે.જૂગલભાઈ ને ખાસ આગ્રહભરી વિનંતી કે જે રીતે શ્રી ઉશનસ ના તાજમહાલ પર ના બે કાવ્યો સમજાવ્યા એવી રીતે આ રચના પણ…
November 4, 2007 at 9:08 am
shivshiva
ચિરાગભાઈ,
આધ્યાત્મના ઊંડા અભ્યાસની ઝલક સ્પષ્ટ જણાય છે. તમારી પાસેથી ખૂબ ખૂબ જાણવા મળે છે.
August 20, 2008 at 11:07 am
Chirag Patel
http://parimiti.wordpress.com/2008/08/19/kalki-ava/
August 20, 2008 at 11:09 am
Chirag Patel
http://parimiti.wordpress.com/2007/12/02/