સતોડીયું – ચીરાગ પટેલ Jun 21, 2008
નાનપણમાં ‘સતોડીયું’ તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.
થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857… હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714… આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?
1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142
હવે, આ લીંક પરની આકૃતી જુઓ: http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg
અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.
[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:
મુળાધાર – લં – કરોડનો સહુથી નીચેનો છેડો – પૃથ્વી
સ્વાધીષ્ઠાન – વં – જનનાંગના છેડે – જળ
મણીપુર – રં – નાભી – અગ્ની
અનાહત – યં – છાતી મધ્યે – વાયુ
વીશુધ્ધ – હં – ગળાના છેડે – આકાશ -
આજ્ઞા – ૐ – ભ્રુકુટી મધ્યે – માનસ
સહસ્ત્રાર – ૐ – શીખામુળ – મહત
મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર – બ્રહ્મ ગ્રંથી – વીષ્ણુ ગ્રંથી – રુદ્ર ગ્રંથી – મુળાધાર – સ્વાધીષ્ઠાન – મણીપુર – અનાહત – વીશુધ્ધ – આજ્ઞા એ ક્રમમાં “ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ” એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે – “ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે” એ રીતે ધ્યાન કરવામાં આવે છે.
કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને…)

6 comments
Comments feed for this article
June 21, 2008 at 5:12 pm
Chirag Patel
સંગીતનાં સાત સ્વર – સા, રે, ગ, મ, પ, ધ, ની કે Do, Re, Mi, Fa, So, La, Ti
June 21, 2008 at 7:55 pm
jugalkishor
ભાઈ ચીરાગ, તમે બહુ મજાની વાત લઈ આવ્યા ! આ ગણીત તો મારા માટે બીજી જ દુનીયાનો વીષય છે. મને એ ક્યારેય આવડયું નથી. પણ તમારું આ સમગ્ર લખાણ આપણી સમૃદ્ધ જ્ઞાનશક્તીને પ્રકાશ પાડે છે.
સાત પાતાળ પણ એમાં આવી જાય. ખુબ જ આનંદ થયો. પરીમીતી દ્વારા તમે ઘણું આપો છો.
June 22, 2008 at 3:20 pm
pragnaju
એનીયાગ્રામમાં સારી ગંમત પડી
થોડું વધુ- કુંડલીની અને ૭-અંગે
પ્રત્યેક શરીરના અધોભાગમાં સ્થિત મૂળાધાર ચક્રમાં કુંડલીની છે.સાધના અને અનુકંપાના કારણે તે જાગૃત થતાં અન્ય ચક્રો (મણિપુર, સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધિ અને આજ્ઞાચક્ર)ને ભેદીને સૂર્યમયી ઇડા તથા ચંદ્રમયી પિંગળામાં વ્યાપીને, મઘ્યસ્થિત સુષુમણા નાડીના માર્ગે મસ્તકની ટોચ પર, તાળવામાં રહેલા સહસ્ત્રાર ચક્ર (બ્રહ્મરન્ધ્ર)માં વાસ કરતાં આત્મરૂપ શિવકેન્દ્ર સાથે ઐકય સાધે છે. આ પ્રક્રિયા તે શકિતનું ઉઘ્વીર્કરણ છે, જેમાં વિધુતથી પણ વધુ પ્રભાવશાળી બળનો ચમકારો થાય છે અને અનંત અમૃતધારારૂપે તેનો પ્રવાહ વહેવા લાગે છે.એવા અનુભવો એ પરમતત્ત્વની અપરોક્ષાનુભૂતિની જ પ્રતીતિ છે, જે તેની મૂળભૂત પ્રાપ્તિ માટે પ્રેરક બની રહે છે.
૭ અંક નવીનતાનો સૂચક છે. આ મૂળાંકનો મુખ્ય કારક ગ્રહ નેપ્રયુન અને ચંદ્રમા છે. સાતનો અંક ગુપ્ત અને વૈજ્ઞાનિક પ્રભાવથી પરિપૂર્ણ છે. સાતમો દિવસ સૃષ્ટિની રચના ઉપરાંત આરામનો દિવસ પણ માનવામાં આવ્યો છે. આ અંક સાત દિવસ, સાત રંગ, સાત મુખ્ય ગ્રહ, લગ્નપ્રસંગે પણ સાત ફેરા સાથે સંબંધિત છે. સમગ્ર શારીરિક વ્યવસ્થામાં સાત વર્ષ પછી પરિવર્તન થાય છે. બાઇબલમાં પણ સાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ૭ અંકની આગળ જઈએ તો માયાના અંક ૮ છે અને બ્રહ્મનો ૯ અંક. માયામાં પરિવર્તન અથવા પરિવર્ધન થાય છે, બ્રહ્મમાં નહિ. આઠના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૮ƒ૧=૮, ૮ƒ૨=૧૬ (૧†૬=૭), ૮ƒ૩=૨૪ (૨†૪=૬)[ આ પ્રમાણે આગળ પણ ક્રમ ઘટતો જાય છે. પરંતુ ૮ƒ૯=૭૨ (૭†૨=૯) અહીં વધીને ૯ થયો પણ બ્રહ્મનો અંક ૯ એ જ રૂપમાં રહે છે. હવે નવના અંકનો ગુણાકાર કરીને મળતા ફળના આંકડાઓનો સરવાળો કરી જુ ઓઃ ]૯ƒ૧=૯, ૯ƒ૨=૧૮ (૧†૮=૯)…
June 28, 2008 at 3:41 am
jayeshupadhyaya
લેખ તો ઘણોજ સરસ છે પણ અભિપ્રાયો પણ સરસ બહુ ભારેખમ ભાઇ
August 23, 2008 at 7:21 am
Neela
v. informative.
I lkie your Parimiti
August 23, 2008 at 7:22 am
Neela
I like.