વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008
વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની કે ઈસ્કમતી – ચનાબ, વીતસ્તા – ઝેલમ, વીપાસ – બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ – ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).
આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.
1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.
2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?
3. ઋગ્વેદમાં દેવ કે રાજાને “શહેરોનો ધ્વંસ કરનાર” એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!
4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.
5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.
6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.
7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?
8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html
9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં “-3102-02-18 12:00″ નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!
10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે ‘સમુદ્ર’નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?
11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?
12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને ‘રા’ કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ ‘રા’ એટલે સુર્ય.
13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.
14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.
15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.
16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.
આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.
સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization – David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. http://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

9 comments
Comments feed for this article
July 26, 2008 at 11:21 am
Sarjeet
Forgive my comment in English but i have much to say on this and lesser time, for that purpose only I hope not writing in gujarati will be secondary to the subject matter.
First of all, I recently read a book that said Agastya was arya and declared the first war against ‘Dasas’ who were black and worshipped shivlinga..Thus came the term ‘Dasa’ for slaves in sanskrit. Then came Vasistha, younger brother of Agastya and his rival Vishvamitra who thought Dasas were equal to aryas and thus was fought the war of ‘Dasragya’ in which Vishvamitra died and Vasistha changed his thinking. After the war Ram Bhargav, later known as Parshuram took over the reigns of Aryavarta from Vasistha and fought Sahastrarjuna and made Bharat, the king of Saptasidhu. Vasistha’s grandson Parashara met Matsyagandha in this time and thus was born Ved vyasa and the seeds of Mahabharata were sown. So all this IS surely confusing…what confuses me more is that there is a mention of Lanka’s king Ravana as rival of sahastrarjuna. So somewhere here all vedas, Ramayan n Mahabharata is mixing up. Need more authentic views on all these things. But thanks for bringing it up Chiragbhai, We shall talk on this soon in yahoo or something.
July 26, 2008 at 2:51 pm
સુરેશ જાની
બહુ જ અભ્યાસપુર્ણ લેખ. ખરેખર ઘણી મહેનત કરી છે. મારાં વીચાર ટુંકમાં નીચે મુજબ છે -
1. ભારતના ઈતીહાસકારો અને પુરાતત્યવીદો, નીરપેક્ષ રીતે જનતા સમક્ષ પોતાના અભ્યાસ લેકો મુકે. અથવા જેમનો આવા સાહીત્યનો ગહન અભ્યાસ હોય તે, આમ કરે – તો જ આપણને પશ્ચીમી તેમજ હીન્દુ ધાર્મીકતાથી -બન્નેથી અલાયદું. માત્ર વીગતો આધારીત સત્ય જાણવા મળે.
2. આ વીચારધારા અભ્યાસની નજરે યોગ્ય હશે, પણ સમાજનીતી માટે હાનીકારક છે. મારા નમ્ર માનવા પ્રમાણે, આપણા ભવ્ય ભુતકાળનાં ગાણાં સાચાં હોય, તો પણ કલ્યાણકારી નથી.
3. આપણા સમાજે જે દીશામાં ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે; તે કદાચ વિવેકાનંદ સૌથી વધારે સમજ્યા હતા. અને આપણે એક પ્રજા તરીકે એમને સાવ ભુલી ગયા છીએ.
4. કદાચ એમ કેહેવામાં આવે કે, વિવેકાનંદનો સમય વીત્યે 100 થી વધારે વર્ષ વીતી ગયાં – પણ એ કક્ષાના ધર્મ અને સમાજલક્ષી, સત્યનીષ્ઠ અને નીડર વીચારકોની આપણને વધારે જરુર છે.
5. આવા લેખ આપણી સ્વગરીમાને ઉજાગર કરે તે પર્યાપ્ત છે. તેથી વીશેષ તેની ઉપયોગીતા નથી. પ્રચલીત હીન્દુ ધર્મમાં પગપેસારો કરી ગયેલ સડા દુર કરવા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર મને લાગે છે.
6. દેવો કોણ હતા અને દાનવો કોણ હતા, તે તો કોઈ પણ ન કહી શકે. પણ બન્ને વચ્ચે શત્રુતા જરુર હતી. ઈતીહાસ અને શાસ્ત્રો હમ્મેશ વીજેતા તરફી જ હોય છે – આખી દુનીયામાં બધે જ. આથી આપણાં શાસ્ત્રોનો આ માટે એક માત્ર આધાર રાખવો, એ વૈજ્ઞાનીક અભીગમ નથી. હીન્દુ લેખીત સાહીત્ય ચન્દ્રગુપ્ત મૌર્યના સમય પછીનું જ છે. આથી પણ તે મુળ સાહીત્ય નથી.
7. જો વેદીક સંસ્કૃતી મહાન હતી, તો હડપ્પન ભાષાનાં લખાણોનો સંસ્કૃતમાં અનુવાદ શા માટે ક્યાંય મળતો નથી? ઈજીપ્તની ભાષા માટે તો રોઝેટા સ્ટોન હતો. આવું કોઈ ભારતીય પ્રમાણ મળે તો પધ્ધતીસરનો અભ્યાસ શક્ય બને. એક ક રોઝેટા સ્ટોનથી ઈજીપ્ત વીશે કેટલું બધું જાણી શકાયું” આપણે આશા રાખીએ કે, આમ કાંઈક બને. દરીયાની નીચેથી મળેલા દ્વારકાના અવશેષોમાંથી આવું કાંઈક મળે તો મહાભાગ્ય.
મારા વીચારોથી લેખક કે કોઈની પણ લાગણીને હાની પહોંચે તો દરગુજર કરશો. મારો ઉદ્દેશ નીરપેક્ષ ચર્ચા કરવા માત્ર જ છે.
July 26, 2008 at 6:49 pm
Chirag Patel
દાદા, હડપ્પન ભાષા બ્રાહ્મી લીપીને મળતી આવતી લીપી હતી. અમુક વીદ્વાનોએ એને ઉકેલવા પ્રયત્ન કર્યા છે. આ લીંકની ઉપલીંક જોઈ જવા વીનંતી: http://www.harappa.com/script/index.html
July 26, 2008 at 6:53 pm
Chirag Patel
પ્રીય સરજિત, સરસ માહીતી પુરી પાડી.
આપણો ત્રણેય વેદોમાં અને રામાયણ-મહાભારતમાં ઘણી બધી ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ છે. એ મુજબ, ઋગ્વેદનો કાળ 6600 વર્ષ પુર્વેનો, રામાયણનો 6200 વર્ષ પુર્વેનો અને મહાભારતનો 5200 વર્ષ પુર્વેનો કાળ છે.
વળી, ઘણીવાર પુત્ર-પૌત્રનો ઘણો બહોળો કરવામાં આવ્યો છે. સુર્યપુત્ર રામ એટલે સુર્યનાં પુત્ર નહીં પણ સુર્યવંશમાં જન્મેલ એવા રામ.
હું માનું છું કે આપણા આ ક્ષેત્રના વીદ્વાનોએ વ્યવસ્થીત સંશોધન કરીને એને પ્રસીધ્ધી આપવી જોઈએ કે જેથી બધાં ગુંચવાડા દુર થાય.
July 26, 2008 at 10:33 pm
Sarjeet
અહીં એક સવાલ. જમદગ્નિપુત્ર રામ/પરશુરામ વેદિક કાળમાં વસિષ્ઠ પછી સીધા આવતા જણાય છે. એ સમયે શકુંતલાપુત્ર ‘ભરત’ અને દાસરાજ શમ્બરપૌત્ર ‘શિબિ’ બે રાજાઓ જણાય છે. હવે જો વસિષ્ઠના પૌત્ર પરાશર આ જ સમયે મત્સ્યગંધાને મળ્યા હોય તો આ કાળ મહાભારત પહેલાનો ગણાય! પણ પરશુરામ તો રામાયણમા પણ છે અને મહાભારતમાં પણ છે! કોઇ કારણસર આટલા મોટા સપ્તસિંધુમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ એક જ કાળમાં થયા હોય એવી શક્યતા નકારી શકાય નહી. ૧૦૦૦ વર્ષ કરતાં ઘણા ઓછા સમયમાં આ બંને ઘટ્યા હોય એમ મારુ મન માને છે. જાણે ૧૦૦-૨૦૦ જેવા વર્ષમાં.
July 27, 2008 at 10:29 am
Chirag Patel
સારો પ્રશ્ન કર્યો સરજિત (સરજિત કે સરજીત, મને ખ્યાલ નથી, વાન્ધો નહીં ને?).
ઋગ્વેદનાં ઘણાં શ્લોકોનાં જ્ઞાતા વશિષ્ઠ અને વિશ્વામિત્ર હતાં (પ્રસીધ્ધ ગાયત્રી મંત્ર સહીત). વળી, બન્ને રામના ગુરુજનો હતાં. રાજા ભરત રામના વંશમાં જ જન્મ્યાં હતાં. રામનાં જન્મ સમયનાં ગ્રહોની સ્થીતીનું વર્ણન રામાયણમાં છે, એ મુજબ 6200-6500 વર્ષ પુર્વે રામનો જન્મ થયો હતો. કૃષ્ણના મૃત્યુ સમયની ગ્રહસ્થીતીનું સચોટ વર્ણન તેમને 5200 વર્ષ પહેલાં મુકે છે.
ઋગ્વેદ અને યજુર્વેદ વચ્ચે લગભગ 2000 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો (ગ્રહોની સ્થીતીની ગણના પ્રમાણે જ).
હવે, આમાં થોડાં ટ્વીસ્ટ ઉમેરીએ. રામ ત્રેતા યુગમાં થયાં અને કૃષ્ણ દ્વાપર યુગમાં. રામસેતુની કાળગણના 18 લાખ વર્ષ પુર્વે એમ આર્કીયોલોજીકલ સર્વે કહે છે. ગ્રહોને નક્ષત્રનું એક ચક્ર પુરુ કરતાં લગભગ 25000 વર્ષ થાય છે. મતલબ કે દર 25000 વર્ષે એકસરખી ગ્રહસ્થીતી રચાય. આમ, રામ 18 લખ વર્ષ પુર્વે પણ થયાં હોઈ શકે!!! આપણાં શાસ્ત્રોમાં યુગની કાળગણના સાથે આ તર્ક બંધબેસતો આવે છે.
July 28, 2008 at 8:43 pm
jugalkishor
યુવાન વીદ્વાનો !
મને તો ઈતીહાસની કોઈ સમજ જ નથી, એટલે કાળા અક્ષર કુહાડે માર્યા; પરંતુ ચીરાગનો આ લેખ મને એવું સમજાવે છે કે યુવાનોના હાથમાં વીદ્વત્તા સલામત છે. સરજીત પણ આ બધું જાણે તે જાણીને મને ઘણું જાણવા મળ્યું. તમને બન્નેને મારાં ધન્યવાદ અને તમારી અભ્યાસ/સંશોધનવૃત્તીને વંદના.
આ યજ્ઞકાર્ય ચાલુ જ રાખશો.
July 29, 2008 at 12:17 am
સર્જિત
આપનો આભાર કાકા. આમ જો અઢાર લાખ વર્ષ પહેલાની વાત સાચી હોય તો તો ઘણોબધો ઇતિહાસ બદલવો પડે, નહિ? કેમકે પ્રચલિત ઇતિહાસ મુજવ ૧૫,૦૦૦ વર્ષ પહેલાતો આપણે મેદાનોમાં વસ્તી કરીને રહેતા શીખ્યા. અને જો આવુ કંઇક હોય તો તો રામાયણ અને મહાભારતનાં બધા પાત્રો અને ચમત્કારો નખશીખ સ્વીકારવા પડે. વળી, ક્યાંક મહાભારત યુદ્ધ પછી આપણા લખાણો અને આપણું અઢળક જ્ઞાન ક્યાંક લુપ્ત થઇ ગયેલુ નથી જણાતું?
July 29, 2008 at 11:31 am
Chirag Patel
સર્જિતે સરસ સવાલ ઉઠાવ્યો!
આપણે આપણો ઈતીહાસ હજી સાચી રીતે નથી જાણતાં. આપણને મળેલા અવશેષોને જ સાચા માનીને ચાલીએ છીએ. હમણાં વીયેટનામમાંથી 3 ફુટનું કદ ધરાવતાં 2 લાખ વર્ષ પુર્વેના માણસનાં અસ્થી મળ્યાં હતાં!!! અહીં નૃવંશશાસ્ત્રની કઈ હકીકતનો મેળ બેસાડીશું? શું શક્ય નથી કે માનવોની જુદી-જુદી પ્રજાતીઓ એકસાથે જીવતી હોય. કોઈ ઘણી આગળ વધી હોય અને લુપ્ત થઈ ગઈ હોય. ત્યારબાદ, જે પ્રજાતી બચી તેને ઉત્ક્રાંતીમાં આગળ વધવાનો મોકો મળ્યો. હાલ, સર્વે માનવો નાશ પામે તો, અત્યારનાં ચીમ્પુઓ ભવીષ્યમાં જુદી જ માનવ પ્રજાતી વીકસાવે.
દર 2.5-3 કરોડ વર્ષે પૃથ્વીની સજીવસૃષ્ટી એક નવું ચક્ર શરું કરે છે. આની સાબીતી મળી ચુકી છે.
અને, ચમત્કારો? મનની અગાધ શક્તી આગળ કશું જ અશક્ય નથી લાગતું. આપણે આપણી આજુબાજુ એવું ઘણું બનતું નીહાળી શકીએ છીએ, પણ આધુનીક વીજ્ઞાનની ફુટપટ્ટીથી માપતાં એને અવગણીને આગળ વધીએ છીએ. પુરતું પૃથક્ક્રણ ક્યારે કોણ કરે?