કૃષ્ણ અને ઈતીહાસ – ચીરાગ પટેલ Aug 16, 2007
આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 – Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું. કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંયવીશેષણો આપણે એ વ્યક્તીવીશેષને આપ્યાં છે અને આપતાં રહીશું. એમનાં પર ઘણાં બધાં પ્રખર વ્યક્તીઓએ લખ્યું છે, ગાયું છે, અને એમનાંઉપદેશોનું પાલન કર્યું છે. ઘણાં લોકોએ એમને સમજ્યા વગર એમની અમુક બાબતોનું ખોટી રીતે અર્થઘટન કરી અમલમાં મુકી છે.ભારતીય-બીન ભારતીય વીદ્વાનોએ ઉત્તમ કક્ષાનું વીવેચન આપ્યું છે. ઘણાં એવાં વીદ્વાનો પણ છે, જેમણે કૃષ્ણની ઐતીહાસીક્તા ચકાસવાનો પણપ્રયત્ન કર્યો છે.
આપણામાંના ઘણાં જાણતાં જ હશે કે પ્રોફેસર રાવ દ્વારકાનાં દરીયામાં કૃષ્ણની સોનાની દ્વારકા શોધવાની કોશીશ કરે છે, અનેએમને પુરાતન નગરીનાં અવશેષો પણ હાથ લાગ્યાં છે. જો કે, વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે એ અવશેષો 3000-4000 વર્ષ જુનાં જણાયાં છે. ઘણાંપાશ્ચાત્ય ઈતીહાસવીદો આર્યોનાં ભારતમાં આગમનનો સમય 3500-4000 વર્ષ જણાવે છે. અને આપણે પણ એવું જ ભણીએ કે ભણાવીએ છીએ!તો શું કૃષ્ણ 3000 વર્ષ પહેલાં થઈ ગયાં અને એમનાં પછીના 700 વર્ષમાં જ બુધ્ધનો જન્મ થયો? અમુક સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ શોધવા જુદાં સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે હું અહીં સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ.
આજથી 200 વર્ષ પહેલાં જ્હોન પ્લેફેર નામના એક ગણીતવીદ થઈ ગયાં. એમણે સાબીત કર્યું છે કે ભારતમાં ખગોળીય ઘટનાઓ નોંધવાનીશરુઆત 4300BCE એટલે કે આજથી 6300 વર્ષ પહેલાં થઈ હતી. આપણાં ઘણાં બધાં ગ્રંથોમાં ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ હોય છે. ભલેઆપણે આજની જેમ નવ ગ્રહોને જાણતાં નહોતાં, પરંતુ આપણાં ઋષીઓ સુર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શની, ગુરુ, મંગળ, રાહુ, અને કેતુના સચોટસ્થાનને દર્શાવી શકતાં હતાં. અને એ પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધી! રાહુ અને કેતુ અનુક્રમે ચંદ્રના ભ્રમણકક્ષનાં દક્ષીણ અને ઉત્તર બીંદુઓ છેજે કાલ્પનીક છે. જો આપણે માનીએ કે ખગોળીય શાસ્ત્રનો વીકાશ યુરોપમાં 14મી સદીમાં થયો અને આપણાં જ્યોતીશીઓએ આપણાં પુરાણોમાંફેરફાર કરીને 14મી સદીથી 4500 વર્ષ જુની ખગોળીય ઘટનાઓ મુકી દીધી, તો શું એ હાસ્યાસ્પદ નથી લાગતું? આજનો કયો જ્યોતીષભુતકાળની ખગોળીય ઘટનાનો ચોક્કસ સમય શોધી આપી શકે છે? (અને તે પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધીની ચોકસાઈ સાથે) એટલે માનવુંજ રહ્યું કે પ્રાચીન ઋષીઓને ખગોળ, ગણીત અને સમયનું ઉંડું જ્ઞાન હતું.
આજના સમય પરથી ભુતકાળની ચોક્કસ ખગોળીય ઘટનાને શોધવામાં ભૌતીક વીજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોવો જરુરી છે, અને ઘણાં બધાંસમીકરણો ઉકેલવાની જરુર રહે છે.
આપણે સહુ કૃષ્ણનાં મૃત્યુની ઘટના જાણીએ છીએ. એ મુજબ ભાલકા તીર્થ નજીકનાં સ્થળે કૃષ્ણ યાદવાસ્થળી પછીના સમયે ઉંડા મનનમાં બેઠાંહતાં. ત્યારે, એક પારધીએ એમનાં પગની પાનીને હરણ સમજી તીર માર્યું, અને કૃષ્ણે દેહ છોડ્યો. ઘણાં લોકો કળીયુગની શરુઆત આ સમયથીથઈ હોવાનું જણાવે છે. મહાભારત અને ત્યાર પછીનાં ગ્રંથોમાં કૃષ્ણના મૃત્યુસમયની એક ખગોળીય ઘટના નોંધાઈ છે! કૃષ્ણે જ્યારે સાત ગ્રહો(રાહુ અને કેતુ સીવાયનાં) રેવતી નક્ષત્રમાં હતાં ત્યારે દેહત્યાગ કર્યો હતો! કેટલું સચોટ અવલોકન! રેવતી નક્ષત્રને પાશ્ચાત્યવીજ્ઞાનમાં ZetaPiscium કહે છે. હવે જો આજનાં ખગોળીય જ્ઞાન અને ગણીતનો સમંવય કરીને ગણતરી માંડીએ તો તારીખ આવે છે: February 18,3102BCE. ઠીક આજથી 5109 વર્ષ પહેલાં!!! અને એ જ રીતે એમનો જન્મ 19 કે 21 July 3228BCE થયો હોવો જોઈએ!
રામનો જન્મ કૃષ્ણનાં લગભગ 1000 વર્ષ પહેલાં થયો હતો, એટલે કે 6000 વર્ષ પહેલાં. અને હજુ આગળ વધીએ તો મનુ કે જેમણે પૃથ્વીનાઘણાં જીવોને વીશ્વવ્યાપી પુરમાંથી બચાવ્યાં હતાં એ ક્યારે થયાં હોઈ શકે? છેલ્લો હીમયુગ પુરો થયાં પછી. કારણકે, હીમયુગ પછી વીશ્વવ્યાપીપુરનો ઉલ્લેખ દાખલાંઓ સાથે મળી આવે છે, તેનાં ભૌગોલીક પુરાવાં પણ મળ્યાં છે. આ હીમયુગ આજથી લગભગ 10,000 વર્ષ પહેલાં પુરોથયો હતો! આ જ તર્ક પર આગળ વધીએ તો લાગે છે કે આર્યો ભારતમાં જ વસતાં હતાં. આર્ય–દ્રવીડોની લડાઈ જેવું કાંઇ થયું હોઈ ના શકે,છેવટે 3500 વર્ષ પહેલાં તો નહીં જ. આ બાબતની ચર્ચા ફરી ક્યારેક…
ૐ તત સત!
14 comments
Comments feed for this article
ઓગસ્ટ 16, 2007 at 4:42 પી એમ(pm)
Krushna ane Itihas « સ્વરાંજલી
[…] August 16, 2007 https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/ […]
ઓગસ્ટ 16, 2007 at 5:15 પી એમ(pm)
સુરેશ
બહુ મહેનત કરી ભાઈ. ઘણા નવા તટસ્થ વીચાર જાણવા મળ્યા.
જો દ્વારકાના દરીયામાંથી મળેલા અવશેશોના કાર્બનડેટીંગનો રીપોર્ટ શું કહે છે તે જાણવા મળે, તો જ માન્યતાઓ અને ધર્મગ્રંથોને આધાર આપે તેવા વૈજ્ઞાનીક તારણો કાઢી શકાય.
રામ કૃષ્ણ કરતાં 1000 વર્શ પહેલાં થઈ ગયા તેનું પ્રમાણ શું? ધર્મગ્રંથોમાં કલ્પના, ભક્તી અને સાહીત્યીક તત્વો એટલા બધા મીક્ષીત કરાયા છે કે તેમાં ઐતીહાસીક સત્ય કેટલું તે શંકાસ્પદ બને છે. અને ઐતીહાસીક દસ્તાવેજોમાં પણ તે કાળના શાસનને પ્રીય થવાના અભ્રરખા તો હોય જ છે ને?
જે હોય તે , મારા નમ્ર માંનવા પ્રમાણે – આપણે ભવ્ય ભુતકાળને જરુર ન ભુલીએ, પણ હાલની વાસ્તવીકતા નજરમાં રાખી. કેટલા આગળ વધી શકીએ, તે તરફ પ્રધાન લક્ષ્ય હોવું ઘટે.
ઓગસ્ટ 16, 2007 at 8:18 પી એમ(pm)
Chirag Patel
સુરેશદાદા અને હાર્નીશભાઇની કોમેંટ પ્રમાણે વધુ સંદર્ભ અહીં ઉમેરું છું.
આપણે સહુ જાણીએ છીએ કે વશીષ્ઠ ઋષી અને વીશ્વામીત્ર ઋષી રામનાં ગુરુજનો હતાં. ઋગ્વેદ જે પહેલો વેદ ગણાય છે અને એમાં ઠેર ઠેર વીવીધ ઉત્તર-પશ્ચીમ ભારતીય (પાકીસ્તાની પણ) સ્થળોની ચોકસાઈભરી માહીતી છે, એનાં ઘણાં મંત્રોના આ બે ઋષીજનો દ્રષ્ટા છે. હવે ઋગ્વેદનો સમય નક્કી કરવા માટેના તર્ક જોઈએ.
વીષુવકાળ (Equinox) કે જ્યારે દીવસ અને રાત્રી સરખાં હોય એવો વર્ષનો દીવસ (March 20 and September 22); ચોક્કસ દીવસે નથી હોતો. પૃથ્વી ફરતે જે કાલ્પનીક નક્ષત્ર ગોળો છે એનાં વીષુવવૃત્ત(eclyptic)માં સુર્ય રોજ 1ડીગ્રી જેટલો ખસે છે. (એટલે જ આપણે લીપ યર રાખવાં પડે છે.) આથી સુર્ય પણ વીષુવકાળ દરમીયાન 27 નક્ષત્રોમાં ફરતો રહે છે. પૃથ્વીના વીષુવવૃત્ત અને ઈક્લીપ્ટીકમાં જ્યારે વસંત વીષુવકાળ (March) થાય ત્યારથી આપણે શરુઆત કરીએ, તો ફરી આવો વીષુવકાળ થવા માટે કુલ 25,791 વર્ષ વીતી જાય છે. માણસ અનુભવી શકે તેવું આ મોટામાં મોટું સમયચક્ર છે. એ જ રીતે અયનાંત (solstice)નું પણ ગણી શકાય, કે જ્યારે સહુથી લાંબો દીવસ (June 21) કે લાંબી રાત (December 22) હોય છે. હવે, ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE ગણીતજ્ઞોએ માન્યો છે. એટલે કે, રામ એ કૃષ્ણ કરતાં 1000 વર્ષ પહેલાં થયાં હોવા જોઈએ.
વધુ માહીતી માટે વાંચો: Update on The Aryan Invasion Debate by Koenraad Elst
ઓગસ્ટ 17, 2007 at 4:37 એ એમ (am)
Pancham Shukla
Nice info. I enjoyed it. Keep it up.
ઓગસ્ટ 17, 2007 at 9:43 એ એમ (am)
મગજના ડોક્ટર
YOUR WORK AND LOVE FOR GUJARATI AND FAITH COMES FROM YOUR “SANSKAR”.
KEEP UP YOUR GOOD WORK.
I AM LOOKING FORWARD TO READ MORE.
RAJENDRA
એપ્રિલ 10, 2008 at 12:13 પી એમ(pm)
Chirag Patel
http://www.stephen-knapp.com/lord_rama_fact_or_fiction.htm
એપ્રિલ 10, 2008 at 12:27 પી એમ(pm)
Chirag Patel
Bhatnagar provides the following quote from the Ramayana: “Rama was born on the Navami tithi of Shukla Paksha of Chaitra masa (9th day of the increasing phase of the moon in the lunar month of Chaitra). At that time, the nakshatra was Punarvasu, and Sun, Mars, Saturn, Jupiter and Venus were in Aries, Capricorn, Libra, Cancer and Pisces respectively. Lagna was Cancer and Jupiter & Moon were shining together. — Ramayana 1.18.8,9
The conditions can be summarized as follows, according to Bhatnagar:
1. Sun in Aries
2. Saturn in Libra
3. Jupiter in Cancer
4. Venus in Pisces
5. Mars in Capricorn
6. Lunar month of Chaitra
7. 9th day after New Moon (Navami Tithi, Shukla Paksh)
8. Moon near Punarvasu Nakshatra (Pollux star in Gemini constellation)
9. Cancer as Lagna (Cancer constellation rising in the east)
10. Jupiter above the horizon
According to the Planetarium software, it provides the following date: Sri Rama Navami – 10th January 5114 BCE – Birth Day of Rama, Observation at 12.30 p.m.
Bhatnagar continues: “By using a powerful planetarium software, I found that the planetary positions mentioned in Ramayana for the date of birth of Lord Ram had occurred in the sky at around 12.30 p.m. of 10th January 5114 BC. It was the ninth day of the Shukla Paksh of Chaitra month too. Moving forward, after 25 years of the birth of Lord Ram, the position of planets in the sky tallies with their description in Ramayana. Again, on the amavasya (new moon) of the 10th month of the 13th year of exile the solar eclipse had indeed occurred and the particular arrangement of planets in the sky was visible. ( Date comes to 7th October, 5077 BC). Even the occurrence of subsequent two eclipses also tally with the respective description in Valmiki Ramayana. (Date of Hanuman’s meeting Sita at Lanka was 12th September, 5076 BC). In this manner the entire sequence of the planetary positions gets verified and all the dates can be precisely determined.”
એપ્રિલ 11, 2008 at 12:02 પી એમ(pm)
harnish Jani
Whatever you have written is too deep for me to grasp anything– I can say-Nice research– You should send this hypothysis to some religious -knowledable ppl– Let them evaluate-I m not qualified to say any thing.
એપ્રિલ 15, 2008 at 9:05 એ એમ (am)
Chirag Patel
http://in.rediff.com/news/2008/apr/14guest.htm
જુલાઇ 25, 2008 at 11:22 પી એમ(pm)
વૈદીક સંસ્કૃતી « પરીમીતી
[…] સન્દર્ભ: 1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization – David Frawley 2. http://www.harappa.com/indus/indus1.html 3. https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/ […]
ઓગસ્ટ 2, 2008 at 2:35 પી એમ(pm)
Chirag Patel
Read similarities bet. Christ and Christna:
http://www.sacred-texts.com/sex/asw/asw03.htm
માર્ચ 19, 2020 at 1:09 પી એમ(pm)
nabhakashdeep
Reblogged this on આકાશદીપ and commented:
ઐતિહાસિક સંશોધનની તવારીખ- સંકલન
નવેમ્બર 1, 2020 at 3:59 પી એમ(pm)
વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ – સ્વરાંજલી
[…] https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/ […]
નવેમ્બર 1, 2020 at 3:59 પી એમ(pm)
વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ – ઋતમંડળ / RutMandal
[…] https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/ […]