વૈજ્ઞાનીક ધર્મ – ચીરાગ પટેલ Jul 1992
હાલ વીશ્વમાં જે ઘટનાઓ ઘટી રહી છે, તે જોતાં આપણને એવું લાગે છે કે આજનો માનવસમાજ છીન્ન ભીન્ન થઈ રહ્યો છે. માનવ સંસ્કૃતીમા સ્પષ્ટ બે ભાગ થઈ ગયા છે: પાશ્ચાત્ય સંસ્કૃતી અને પુર્વીય સંસ્કૃતી.
પાશ્ચાત્ય સંસ્કૃતીમાં વીજ્ઞાનને મહત્ત્વ અપાયું છે, ત્યારે પૌર્વાત્ય સંસ્કૃતીમાં આધ્યાત્મીક્તાને. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે માત્ર વીજ્ઞાનથી જ કે માત્ર ધર્મથી કોઈ પણ સંસ્કૃતીને લાભ થયો નથી કે તેનો વીકાસ થયો નથી. આથી આપણે એક નવી વીચારસરણી વીકસાવવી જોઈએ કે જેમાં વીજ્ઞાન અને ધર્મનો સમંવય થતો હોય.
આવી વીચારસરણી વીકસાવવી કેવી રીતે? તે માટે કેટલાક ઉદાહરણો જોઈએ.
1) સાબીત થયું છે કે આપણી આકાશગંગાનો આકાર ઉપરથી જોતાં સર્પનાં મસ્તક જેવો દેખાય છે. હવે આ બાબતને આપણે એક પ્રાચીન માન્યતા સાથે સાંકળી શકીએ.
“આપણી પૃથ્વી શેષનાગના માથા પર છે, જેને લીધે તે અવકાશમાં ટકી રહી છે.”
આપણે જોઈ શકીએ છીએ કે આ માન્યતા ખરેખર સાચી છે, પરંતુ તેને સમજવાની આપણી દ્રષ્ટીના અભાવને કારણે વાહીયાત લાગે છે.
2) બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે, બ્રહ્માના દીવસમાં સૃષ્ટીનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માની રાત્રીમાં સૃષ્ટીનો વીનાશ થાય છે.
આપણા બ્રહ્માંડના બ્લેક હોલમાં પદાર્થનો નાશ થાય છે, તથા વ્હાઈટ હોલમાં પદાર્થ બને છે. તેથી આપણે કલ્પી શકીએ કે આવા હોલ એ જ બ્રહ્મા!
3) આપણા શાસ્ત્રોમાં વીષ્ણુના દશાવતારોનું વર્ણન જોવા મળે છે. આપણે વીષ્ણુના દરેક અવતારોને નીચે મુજબ સાંકળી શકીએ.
મત્સ્યાવતાર – જળચર સૃષ્ટીનો ઉદભવ
કુર્માવતાર – પેટે સરકીને ચાલતાં પ્રાણીઓનો ઉદભવ
વરાહાવતાર – પૃષ્ઠવંશી પ્રાણીઓનો ઉદભવ
નૃસીંહાવતાર – ચોપગાં પ્રાણીઓનો ઉદભવ
વામનાવતાર – પ્રોઝીમીઅન પ્રાણીઓનો ઉદભવ (વાંદરાં કુળનાં પુર્વજ)
પરશુરામાવતાર – ઓસ્ટ્રેલોપીથેક્સ કપીઓનો ઉદભવ
રામાવતાર – હોમો ઈરેક્ટસ માનવોનો ઉદભવ
કૃષ્ણાવતાર – હોમો સેપીયંસ (આધુનીક માનવો) નો ઉદભવ
બુધ્ધાવતાર – માનવોનો વીકાસ
કલ્કી અવતાર – સુપર મનુષ્યોનો ઉદભવ
આમ, વીષ્ણુના અવતારો એ કોઈ વ્યક્તીરુપ નથી, પરંતુ વીકાસક્રમની અમુક ચોક્કસ અવસ્થાઓ છે.
આપણે ધર્મને માત્ર અંધશ્રધ્ધાના વીષયરુપે નહીં, પરંતુ તેની માન્યતાઓને વૈજ્ઞાનીક રીતે મુલવવી જોઈએ.
આ પ્રકારની નવી વીચારસરણી જ માણસને કંઈક નવી દ્રષ્ટી આપી શકશે.
————————————————————-
નોંધ: આજે (2007 – 09 – 13) હું આ દરેક વીચારો સાથે સંમત નથી (દશાવતારો વીશે), પરંતુ આ જ પ્રકારની વીચારસરણી નીત્ય કર્મોમાં અપનાવી અમલમાં મુકુ છું.
આ લેખ જુલાઈ, 1992 માં લોક વીજ્ઞાન કેન્દ્ર, વડોદરનાં ત્રીમાસીક ‘વિજ્ઞાનવાણી’ સામયીકનાં પ્રથમા અંકમાં પ્રકાશીત થયો હતો. હું એ વખતે એલેમ્બીક વીદ્યાલયનાં 11માં ધોરણમાં હતો.
7 comments
Comments feed for this article
સપ્ટેમ્બર 13, 2007 at 10:48 પી એમ(pm)
sunil shah
ભાઈ, કાળક્રમે વીચારો બદલાતાં રહે તે સ્વાભાવીક છે. પરીવર્તન પ્રગતીની નીશાની છે. આપણા બધા ધર્મોમાં જે તે સમયે જેટલું જ્ઞાન કે સમજ ઉપલબ્ધ હતાં તે મુજબ ઘટનાઓના અર્થઘટનો કરાયા, સમય જતાં નવા સંશોધનો થતાં ગયાને કેટલીક વાતો કાલગ્રસ્ત થતી ગઈ. છતાં એ માન્યતાઓ બદલાઈ નથી. ક્યાંક અપવાદ હશે, પણ આ તો ધર્મની બાબત કહેવાય, અંદર લખાયું એટલે સત્ય જ ! ધર્મની બાબતોને અમુકવાર બળજબરીપુર્વક વીજ્ઞાનને નામે ચડાવી દેવાનો ઉપક્રમ ચાલી રહ્યો છે. અમારો ધર્મ જ શ્રેષ્ઠ, વૈજ્ઞાનીક એમ કહેવું એક ફેશન છે.
બ્લેક હોલ જેવું કશું હોતું નથી એવી વૈજ્ઞાનીક સ્પષ્ટતા થઈ ગઈ છે. આમ છતાં અગીયારમાં ધોરણમાં લખાતેલી વાતો તમારામાં નાની ઉંમરે રહેલી જીજ્ઞાસા વૃત્તી અને જ્ઞાન પીપાસાનું દર્શન કરાવે છે.
સપ્ટેમ્બર 13, 2007 at 11:27 પી એમ(pm)
jjkishor
Fritjof Capra નું નામ વીજ્ઞાનજગતમાં સૌને મોઢે છે. આજે સમગ્ર વીશ્વમાં તેઓ અતી ઉચ્ચ કક્ષાના કોન્ટમ થીઅરીના વીશેષજ્ઞ ગણાય છે. તેમણે એક તુલનાત્મક અભ્યાસ કરીને ગ્રથ લખ્યો છે, નામ છે THE TAO OF PHYSICS. આ ગ્રંથ વાંચીને મારી ઈશ્વર અંગેની અનેક શંકાઓનું નીરાકરણ થયું હોય જાણે એમ નવેસરથી હું આસ્તીક બન્યો !!
ઉપરોક્ત ગ્રંથમાં તેમણે પશ્ચીમનો વીજ્ઞાનવાદ અને પુર્વનો રહસ્યવાદ અદ્ભુત રીતે સરખાવતાં સરખાવતાં સમજાવ્યો છે. આ ગ્રંથ સૌ અધ્યાત્મપ્રેમીઓએ વાંચવા જેવો છે. આકાશના તારાઓમાં નૃત્ય કરતા નટરાજનું એમણે કરેલું ગાણીતીક દર્શન અવર્ણનીય બાબત છે.
ભાઈ ચીરાગ ખરે જ એક દીપક છે. એની 11 વર્ષની ઉંમરે એણે આ લખ્યું છે એ બતાવી આપે છે કે ચીરાગમાં ઘૃત અને દીવેટ બહુ વહેલાં પ્રયોજાઈ ગયાં હતાં ! એને આ વીષય ઉપરનાં લખાણો જ નહીં, અનુભવો પણ આપવા અનુરોધ કરવાનો રહે છે.
સ્વાગત, ચીરાગ ! તારી દીવેટ વધુ ને વધુ પ્રજ્વલીત બની રહો.
સપ્ટેમ્બર 14, 2007 at 9:43 એ એમ (am)
મગજના ડોક્ટર
DEAR CHIRAG…..
GOOD WAY TO EXPRESS YOUR UNDERSTANDING FOR “AVATARS”.
સપ્ટેમ્બર 17, 2007 at 6:49 એ એમ (am)
સુરેશ જાની
સરસ દર્શન , અને તે ઉમ્મરે. અદ્ ભુત.
સપ્ટેમ્બર 20, 2007 at 11:12 એ એમ (am)
Pinki
bahuu j saachi vaat hu aavu j maanti hati pan mari pase proof natu aaje madi gayu……….. khaas karine avatar ange, thanks chiragbhai aa mahiti badal………………
સપ્ટેમ્બર 22, 2007 at 7:11 એ એમ (am)
shivshiva
ખૂબ સરસ પૃથ્થકરણ કર્યું છે. ચિરાગભાઈ નામ પ્રમાણે ચિરાગ જલાવો છો ખૂબ આભાર.
ડિસેમ્બર 22, 2008 at 9:10 એ એમ (am)
MAULIK
HU VAIGNANIK BANVA MAGU CHU MARU NAM MAULIK CHE HU KHUBAJ GARIB CHU MARO NUMBER 9909898788 CHE HU KHUBAJ BHUDDHI SHALI CHU JO KOE MANE VAIGNANIK BANVANO MOKO DESHE TO HU KHUBAJ MOTO VAIGNANIK BANISH JO KOE MANE VAIGNANIK BANAVAVAMA MADAD KRSHE TO HU TENO AABHAR KADI BHULISH NAHI ” MANE VAIGNANIK BANVANI TIVRA ECHA JAGI CHE
THANK YOU