મુદ્રા – ચીરાગ પટેલ Feb 17, 2008
1. જ્ઞાન મુદ્રા
પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.
સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.
2. પૃથ્વી મુદ્રા
પધ્ધતી: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.
સમય: ગમે તે સમયે કરી શકાય છે.
3. વરુણ મુદ્રા
પધ્ધતી: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.
સમય: ગમે તે સમયે કરી શકાય છે.
4. વાયુ મુદ્રા
પધ્ધતી: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.
વીશેશતા: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.
સમય: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.
5. શુન્ય મુદ્રા
પધ્ધતી: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.
સમય: રોજ 40 થી 60 મીનીટ કરો.
6. સુર્ય મુદ્રા
પધ્ધતી: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.
સમય: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.
7. પ્રાણ મુદ્રા
પધ્ધતી: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.
સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.
8. અપાન મુદ્રા
પધ્ધતી: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.
સમય: રોજ 45 મીનીટ કરો.
9. હ્રદય મુદ્રા
પધ્ધતી: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.
વીશેશતા: હ્ર્દયરોગમાં ‘સોર્બીટેલ’ જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.
સમય: રોજ 15 મીનીટ બે વખત કરો.
10. લીંગ મુદ્રા
પધ્ધતી: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.
વીશેશતા: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.
સમય: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.
6 comments
Comments feed for this article
ફેબ્રુવારી 18, 2008 at 5:23 પી એમ(pm)
સુરેશ
વાહ , આ સરસ વીશય લઈ આવ્યો.
ફેબ્રુવારી 25, 2008 at 12:58 પી એમ(pm)
Pinki
saras maahiti puri padi rahya chho……!!
books naa vanchi shakta compu. persons
mate to bahu j saru padshe …..!!
માર્ચ 5, 2008 at 3:22 એ એમ (am)
kapil dave
khubaj saras mahiti aapi
માર્ચ 5, 2008 at 10:25 એ એમ (am)
વિશ્વદીપ બારડ
sundar!! keep it up.
એપ્રિલ 29, 2008 at 8:34 એ એમ (am)
pragnaju
ઊર્મિની સાદી વ્યાખ્યામાં
ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
સ્વાર્થ કાઢી નાંખીએ તો સંતો કહે છે તેમ વિશ્વશક્તિ ભેગી થઈને સુપ્ત અવસ્થામાં દરેક મનુષ્યના મુળાધાર કેન્દ્ર પર કુંડલિનીના રૂપે અસ્તિત્વ ધરાવે છે.મોટાભાગે તેનું મુખ નીચે તરફ હોય છે.સદગુરૂના અનુગ્રહ પછી કે સત્સંગ અને નામ સ્મરણથી પણ જાગૃતથીને તેનું મુખ ઉપર થઈ જાય છે.જ્યારે તે તેનું મુળ સ્થાન છોડીને પહેલા તબક્કામાં ઉર્ધ્વગતિ તરફ વધે છે,ત્યારે વ્યક્તિને સંતોના દર્શન થાય છે.સંતો ગ્રંથ અભ્યાસમાં આનંદ મેળવે છે અને સંતોની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના વ્યક્તિ કરે છે.નિત્ય નામ સ્મરણ (નામ સુમિરન) અને અભ્યાસ દ્રારા વ્યક્તિ બીજા તબક્કામાં આવે છે, જે નાભિ કેન્દ્રના પાસે છે. નાભિ કેન્દ્ર મનુષ્યની વાસનાઓનું સ્થાન છે.કુંડલિની આ સ્થાનથી ઉપર પહોંચે તેની સાથે વ્યક્તિ વાસનાઓમાંથી મુક્તિની આકાંક્ષા કરવા લાગે છે અને રામનામ માટે જીવન દાવ પર લગાવવાની ઈચ્છા સેવે છે. કુંડલિનીના નાભિ કેન્દ્રથી ઉપર આવવાના પરિણામસ્વરૂપે કેટલાક લોકોમાં કાવ્ય સ્ફુરે છે તો કેટલાકમાં વાક્ચાતુર્ય અને કલ્પનાશીલતા વધે છે.
અહીં સ્વયંની કાવ્ય રચનાઓના મોહમાં ન અટવાતા વ્યક્તિ જ્યારે નામસ્મરણનો અભ્યાસ ચાલુ જ રાખે છે ત્યારે કુંડલિની શક્તિ હ્રદય ચક્ર પર પહોંચે છે, જે શુદ્ધ આધ્યાત્મિક વિકાસનું પ્રારંભ સ્થાન છે. નીરંતર જાપ અને સુમિરનના પરિણામસ્વરૂપે આરાધ્યદેવતાનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે, જાગૃત અવસ્થામાં સુમિરનની સ્થિતિ બની રહે છે. સાથે સાથે સાંસારીક વ્યવહાર પણ ચાલતો રહે છે. સુમિરનમાં ક્યારેક ક્યારેક નાદ સંભળાય છે તો ક્યારેક સુગંધ પ્રફુલ્લીત કરે છે. નીઃસ્વાર્થ પ્રેમ સદગુરૂની ભક્તિમાં વધુ લીન થઈ જાય છે.
હ્રદયથી કુંડલિની કંઠમાં વિશુદ્ધ ચક્રમાં પ્રવેશ કરે છે. સાધકની સ્વપ્નમાં કે પ્રગાઢ નીંદ્રામાં પણ નામ સુમિરનની સ્થિતિ યથાવત રહે છે. અહીંથી કુંડલિની આજ્ઞા ચક્ર પર આવે છે, જ્યાં ઈશ્વરના સગુણ દર્શનની પ્રતિતિ થાય છે. આ ચક્ર સુધી સાધક અભ્યાસ અને ભક્તિ દ્રારા પહુંચે છે.
આ સ્થિતિમાં આવીને સ્થિર રહેવું ઘણું જ મુશ્કેલ છે.કારણ કે સિદ્ધિ અને શ્રેષ્ઠતાનું આકર્ષણ કઈ રમત રમશે અને અધોગતિ થશે તેનો વિશ્વાસ રહેતો નથી.તેની આગળ સહસ્ત્રાર ચક્ર સુધી જનાર બહુ ઓછા લોકો હોય છે. એવા સંપુર્ણ શરણાગત હોય છે
મે 14, 2008 at 5:50 એ એમ (am)
નીલા
ખુબ સરસ
આ મુદ્રાઓ વિષે મેં વાંચ્યુ છે.