મૃત્યુની પાર

Published by

on

મૃત્યુની પાર – ચીરાગ પટેલ જુલ. 08, 2008

મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, “સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?” ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, “મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?” જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))

છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં – જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.

દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)

હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.

પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: http://www.crystalclarity.com/yogananda/chap43.html

હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા – શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.

આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!

(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)

કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.

જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.

શ્રીઅરવિન્દે “પુર્ણયોગની સમીક્ષા” પુસ્તીકામાં આ વાત લખી છે.

ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક – ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:

– જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.
– આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.
– એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!
– આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!
– જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.
– આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.

હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.

જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.

31 પ્રતિસાદ “મૃત્યુની પાર” માટે

  1. જુગલકીશોર અવતાર

    આ આપણો સદાયનો આકર્ષક વીષય રહ્યો છે. ને છતાં ક્યારેય ન પામી શકાય એવો પણ !

    અહીં મૃત્યુ પછીની સ્થીતીની વાત પણ છે; શરીરોના પ્રકારો પણ છે અને કર્મના સીદ્ધાંતની વાત પણ છે. બહુ સરસ લખાણ છે. આમાં જ હજી વધુ લખો, મજા આવશે…

    મારી પાસે ઘણા સમય પહેલાં એક પુસ્તક આવ્યું છે, ‘પંચદશી’, વીદ્યારણ્ય સ્વામી – કે જેઓ કદાચ ૩૩મા શંકરાચાર્ય હતા –એ લખેલું. પાનાં સાવ જર્જરીત થઈ ગયાં છે, પણ એમાં વેદાંતની વાતો સમજવાની સરળ લાગી છે. લંબાણ બહુ છે પણ સરળ પ્રમાણમાં ઘણું છે.

    આ બધું વાંચવાની મજા ઓર જ હોય છે. તમને ધન્યવાદ.

  2. સુરેશ જાની અવતાર
    સુરેશ જાની

    મારા વીચાર તો તું જાણે જ છે!

    મને તો આજની ઘડી જીવાય એટલે પત્યું – પણ જીવાવું જોઈએ. મરીને જીવાવું એ કાંઈ જીવન છે? મરણ પછી શું થશે? જે થશે તે થશે …

  3. સુરેશ જાની અવતાર
    સુરેશ જાની

    ઈશ્વર, પુનર્જન્મ વી. માન્યતાઓ છે. એનો આશય કુમાર્ગે જતા સમાજને માન્ય નીતી નીયમો – આચાર સંહીતા પાળતા કરવાનો છે.
    પણ એ મુળ ઉદ્દેશ બાજુએ મુકાઈ ગયો અને માન્યતાઓ અને તે પળાવવા રચેલી રુઢીઓ અગત્યની બની ગઈ.
    કમ સે કમ ભણેલા, સમજતા માણસોએ આ ગલીઓ છોડી મુક્ત ગગનના પ્રવાસી બનવું જોઈએ.
    અને આ માન્યતાના પાયા પર વેપાર ચલાવતા સમ્પ્રદાયો તો સૌથી વધુ નીંદનીય છે. એમાં સત્તા અને મહત્વાકાંક્ષાઓના રાજકારણ સીવાય મને તો કશું સત્વ દેખાતું નથી.

  4. Chirag Patel અવતાર

    દાદા,

    ઈશ્વર, પુનર્જન્મ વગેરે માન્યતાઓથી વીશેષ પણ છે. હું જેમ જેમ વીજ્ઞાન અને અધ્યાત્મમાં આગળ વધુ છું, તેમ તેમ એમાં વધારે માનતો થયો છું. પણ, છેવટે તો શ્રીરામકૃષ્ણનાં જણાવ્યા મુજબ જ્યાં સુધી ઈશ્વર-દર્શન ના થાય ત્યાં સુધી બધું માત્ર તર્ક અને ઠાલાં શબ્દ-માત્ર જ રહે છે.

    હા, ઈશ્વરના નામ પર જે વેપલો થઈ રહ્યો છે એ રોકી શકાય તો સારું. પણ, જ્યાં સુધી સામાન્યજનમાં જીન્દગીની ભાગ-દોડમાંથી પોરો લઈને વીચારવાનો સમય નહીં મળે ત્યાં સુધી વેપાર રોકવો પણ અઘરો છે.

    તમારી ‘આજ’માં જીવવાની વાત પણ સામાન્યજન માટે અઘરી છે. તેનો મોટાભાગનો સમય ભુતકાળને ઘુંટવામાં અને ભવીષ્યની ચીંતામાં જ વ્યતીત થાય છે. જ્યારે તે મનગમતી પ્રવૃત્તી કરે છે, ત્યારે જ આજમાં જીવે છે. ધ્યાન કરવાથી એવો સમય વધુ મળી શકે છે.

  5. pragnaju અવતાર
    pragnaju

    ખૂબ ચિંતન માંગી લેતો લેખ.
    થોડા વર્ષો પહેલા મારા માતાપિતા તથા સાસુસસરા ગુજરી ગયા હતા.અહીં પણ મારે ફ્યુનરલમાં જવાનું થયું.ગયા શનીવારે સીનસીનાટીમાં જાણ્યું કે એલન-ટાઉનની લી હાઈ હોસ્પી.માં મારી રમાબેન(સુરતનાં ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈની પુત્રી) સિરીયસ છે.રવિવારે ત્યાં ગયા.દરેક વખતે મૃત્યુ બાદની ચર્ચા ચાલતી.આજે આ લેખ ત્રણ વાર વાંચ્યો.તમારા લગભગ બધા જ વિચારો સાથે અમે અને અમારા વડિલ વર્ગ પણ સંમત થાય છે તેમા કર્મફળની વાત /એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી…તો બધા જ સ્વીકારે છે.

  6. harnish Jani અવતાર
    harnish Jani

    wonderful article–wonderful comments—This is too deep for me.-Keep writing ChiragKumar.

  7. Rajendra M.Trivedi,M.D. અવતાર

    DearChirag,

    As always,Your writings are thought pravoking.
    One who learns to know true self start bringing God near and can see in others the seme!
    Power of creator.

    Rajendra
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  8. હેમંત પુણેકર અવતાર

    ચીરાગભાઈ,

    સરસ લખાણ. સમાજમાં અધ્યાત્મમાં રસ લેનારા અને ન લેનારા બન્ને પ્રકારના લોકો છે. આ વાતોમાં રસ લઈને એનો મનઘડંત અર્થ કાઢીને એનો દુરૂપયોગ કરનારા લોકો પણ રહેવાના. જેમ કે કોઈ દુઃખી કે પીડિત વ્યક્તિ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારીને ઘણા લોકો “એ તો પોતાના પાછલા જન્મનું ફળ ભોગવે છે” કહીને ટાળી દે છે. આ અધ્યાત્મનો દુરૂપયોગ છે.

    પણ સામે પક્ષે એ વાત પણ એટલી જ સાચી છે કે આ અધ્યાત્મ એટલે, સુરેશકાકા કહે છે તેમ, માત્ર માન્યતાઓ નથી. આપણે વિવેકબુદ્ધિથી આપણી આસપાસ થતી ઘટનાઓનું, વિશ્વાસપાત્ર લોકોના અનુભવોનું, પૃથ્થકકરણ કરીએ તો સમજાશે કે આ વાતો માત્ર નૈતિકતા જળવાય એ માટે ઘડી કાઢવામાં આવેલી વાર્તાઓ નથી. નક્કર અનુભવોને નકારી શકાય એમ નથી.

    અધ્યાત્મ એટલે અધિ+આત્મ. પોતાના વિશે વધુ જાણવું એટલે અધ્યાત્મ. હું જીવન પાસેથી એટલું જ શીખ્યો કે જ્યારથી હું પોતાની જાતને વધારે સમજતો થયો છું ત્યારથી વધારે સુખી થયો છું. પોતાને સમજવાના પ્રયાસને કારણે પ્રત્યેક દિવસ મારું પોતાનું એક નવું સોપાન મારી સામે ઉઘાડે છે. પોતાને સમજવાની આ સફર હજુપણ ચાલુ જ છે અને ચાલતી જ રહેશે. મારે માટે આ જ અધ્યાત્મ છે. મારુ અધ્યાત્મ બહુ જ સ્વાર્થી છે. હું સુખી થવા માગુ છુ એટલા માટે મને અધ્યાત્મ ગમે છે.

    પોતાના વિશે વધુ જાણ્યા વગર જેમને ચાલતું હોય એ એમની પસંદગી છે. They will figure out their way to infinite happiness one day. And the way is one. મને Gospels of Ramakrishna માં લખાયેલું પરમહંસ રામકૃષ્ણનું એક વાક્ય ખૂબ ગમે છે – Every one will be liberated one day – બધાનો જ મોક્ષ થશે. અને તેથી જ અધ્યાત્મને નકામુ માનનારાઓ પ્રત્યે મને ખાસ કોઈ ખરાબ લાગણી થતી નથી.

  9. […] A controversial subject indeed… મૃત્યુ પછી શું થાય છે? મારા વીચારો: https://parimiti.wordpress.com/2008/07/08/mrutyupaa/ […]

  10. manoj અવતાર
    manoj

    hi i like your thinking i also think same

  11. chandra અવતાર
    chandra

    I do agree with your thinking, but we have to go very deep into this
    subject and find out more.

  12. yagnesh અવતાર
    yagnesh

    Excellent writing and it is about the ultimate goal of the life.One must think about the real destiny of life.
    Keep it up to write more about the salvation which will be very useful for the reader.
    Regds

  13. ankit અવતાર
    ankit

    very good article pls keep on writing ,it will give a good message to know more things.

  14. jayeshupadhyaya અવતાર

    ગહન વિષય પરનો આપનો બહુ સરસ લેખ

  15. snehal અવતાર
    snehal

    This is a very long topic. If anyone read books from Dadabhagawan who explained very nicely evern if you r thinking is also your karm.
    Bhakati and seva is not only good Be a honest and humble.
    How Krishna die which also related to his karm.

  16. Harsukh Thanki અવતાર

    જીવન, મૃત્યુ અને મૃત્યુ પછી શું એ બહુ ગહન વિષય છે. વિદ્વાનો અને સાધુપુરુષો તેના વિષે ઘણું બોલ્યા છે, ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે, પણ તેને પાર પામવો મુશ્કેલ છે. “ગુજરાત સમાચાર”માં “સંવેદનાના સૂર” કોલમ લખતા નસીર ઇસ્માઇલીએ ઘણા સમય પહેલાં મને એક પુસ્તક વાંચવા આપ્યું હતું, “લાઇફ આફ્ટર ડેથ”. લેખકનું નામ ભૂલી ગયો છું. માણસ મરી ગયેલો જાહેર થયો હોય, પણ કેટલાક કલાકો પછી ફરી જીવતો થયાના ઘણા કિસ્સા બનતા હોય છે. લેખકે આવા “મરીને જીવતા થયેલા” લોકોને મળીને “મૃત્યુ પામ્યા પછીના” અનુભવો તેમાં આલેખ્યા છે. ગયો ભવ અને આગલો ભવ અને મૃત્યુ પછીના જીવનમાં મને બહુ શ્રદ્ધા નથી, પણ આવું કંઇ વાંચવા મળે તો રસ પડે ખરો. તમારો લેખ વાંચવામાં પણ એટલો જ રસ પડ્યો.

  17. yusuf  Kundawala અવતાર
    yusuf Kundawala

    I read the article with the interest-As the different people have expressed , it is a very personal and touching subject.I totally agree with my friend Sureshbhai Jani’s statements. The religions have installed fear complex in the so called belieivers and invented all the laws of salvation .I can go on & on –The truth is (I beleive) we live once and die once so let us do good karma while we live—

  18. HANIF અવતાર

    આપનો બહુ સરસ લેખ

  19. Mukesh અવતાર
    Mukesh

    Heart Touching…

  20. kunal patel અવતાર
    kunal patel

    bhai, its a great article. Some people also believe that your next birth will be the projection of the impressions of fear you percieve in the present birth. e.g. an animal killed by a tiger had a fearfull impression of a tiger when it was killed, so there are high chances that it will reincarnate as tiger in its next birth!! In ART OF LIVING, there is a course called Eternity Process (a 3 hr. process), in which you can feel and see many of your own past births, who you were, what were you,etc!! its really amazin and miraculous! I am planning to do this next month! will tell you my experience then!

  21. Chirag Patel અવતાર

    From pragna vyas

    https://parimiti.wordpress.com/2008/07/08/mrutyupaa/ ના અનુસંધાનમાં —
    પુસ્તકમાંથી તેમના જ શબ્દોમાં સંતોના વિચારો લખું છું.
    1C.J.van Vliet-“The race’s only chance for higher evolutionary progress depends upon the mastery and transmutation of the sex force”
    2″We carry an excessive burden of sex…and we have to free ourselves from it”
    Wells.The world set free,v,270
    3″Our entire environment-our reading,our thinking,our social behaviour-ia generally calculated to subserve and cater for the sex-urge” Gandhiji

    4The ultimate destiny of the human race is the greatest moral perfection-Kent

    બ્રહ્મચર્ય એટલે સ્ત્રી પુરુષે એકબીજાથી દૂર રહેવું તેમ નથી. બ્રહ્મચર્ય એટલે મનની શુદ્ધતા. ઉચ્ચ પ્રકારના સંતાનોની ઉત્પત્તિ માટેનું એક સંયમિત જીવન એટલે બ્રહ્મચર્ય. ભગવાને ગીતામાં કહ્યું છે કે ‘ધર્મ અવિરુદ્ધ કામ મારી વિભૂતિ છે.’ એટલે કે ધર્મ પ્રમાણે જીવન જીવવા માટે સંતાનોત્પતિ કરવી પડે એ કાર્ય ઈશ્વરની વિભૂતી સમાન છે. તેથી જ આપણે લગ્ન ને પણ ‘સંસ્કાર’ માનીએ છીએ. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે બધા તંદુરસ્ત રહીએ, આપણા વિચારો સારા બને, આપણા આવનારા બાળકો પણ તંદુરસ્ત હોય – પરંતુ એ બધા માટે કેવી જીવન શૈલી રાખવી જોઈએ તેની પર આપણી ભાગ્યે જ દ્રષ્ટિ જાય છે. સંતો કહે છે કે ઈશ્વર તો અવતાર લેવા વૈકુંઠથી ક્યારનાય નીકળી ગયા છે પરંતુ શીલ, સંયમ અને સંસ્કારથી જીવતું દંપતિ મળે તો એ આવે ને ! દંપતિનું જે પ્રમાણેનું જીવન હોય, જે પ્રમાણેનું ખાનપાન હોય, જે પ્રમાણેનું શીલ-ચરિત્ર હોય અને જે પ્રમાણેની મનોવૃત્તિ હોય અને બંનેના મિલનના સમયે જે પ્રમાણેની બંનેની મન:સ્થિતિ હોય તે પ્રમાણેનો આત્મા પૃથ્વી પર તેમના દ્વારા અવતરે છે. આ બધાની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન રહેલું છે.

    ઈ. સ. ૧૯૩૮ના મે મહિનાની સાતમી તારીખે પ્રખ્યાત ગાંધીવાદી વિચારક શ્રી કિશોરલાલ મશરૂવાળાએ મહર્ષિ સાથે કેટલોય રસમય વાર્તાલાપ કરેલો.

    પ્રશ્ન : બ્રહ્મચર્યનું પાલન સફળતાપૂર્વક થઈ શકે એટલા માટે એનો અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ ?

    ઉત્તર : એમાં મનોબળ ઘણો મોટો ભાગ ભજવે છે. સાત્વિક ખોરાક તથા પ્રાર્થના પણ મદદરૂપ બને છે.

    પ્રશ્ન : યુવાનો કુટેવોમાં પડેલા છે. એ એમાંથી બહાર નીકળવા માગે છે અને આપણી શિખામણની આકાંક્ષા રાખે છે.

    ઉત્તર : માનસિક સુધારની આવશ્યકતા છે.

    પ્રશ્ન : એમને માટે કોઈ ખાસ ખોરાકની, વ્યાયામની અથવા એવી બીજી વસ્તુની ભલામણ કરી શકાય ?

    ઉત્તર : એને માટે કેટલીક ઔષધિઓ છે. યોગાસનો અને સાત્વિક આહાર પણ ઉપયોગી છે.

    પ્રશ્ન : કેટલાક યુવાનોએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે. દસ કે બાર વરસની પ્રતિજ્ઞાને અંતે એ એમની પ્રતિજ્ઞાને માટે પશ્ચાત્તાપ કરે છે. એ સંજોગોમાં આપણે નવયુવકોને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવા માટે ઉત્તેજન આપવું જોઈએ ?

    ઉત્તર : સાચા બ્રહ્મચર્યના સંબંધમાં એ પ્રશ્ન પેદા જ નહિ થાય.

    પ્રશ્ન : કેટલાક યુવાનો સંપૂર્ણપણે સમજ્યા વિના જ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લે છે. એનું આચરણ એમને કઠિન લાગે છે ત્યારે એ અમારી સલાહ લેવા આવે છે.

    ઉત્તર : એમણે પ્રતિજ્ઞા લેવાને બદલે પ્રતિજ્ઞા વિના જ આગળ વધવું જોઈએ.

    વાર્તાલાપ હવે બીજા વિષય તરફ વળ્યો :

    પ્રશ્ન : આત્મસાક્ષાત્કારની સાધના માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય આવશ્યક છે ?

    ઉત્તર : સાક્ષાત્કાર સ્વયં નૈષ્ઠિક બ્રહ્મચર્ય છે. પ્રતિજ્ઞા કે વ્રત બ્રહ્મચર્ય નથી કહેવાતું. બ્રહ્મમાં ચર્ય એ બ્રહ્મચર્ય છે : એને માટેનો બળજબરીપૂર્વકનો પ્રયત્ન નહિ.

    પ્રશ્ન : કામ, ક્રોધાદિ વૃત્તિઓ સદ્ ગુરૂની સંનિધિમાં શાંત થાય છે એવું કહેવામાં આવે છે તે સાચું છે ?

    ઉત્તર : સાચું છે. આત્મસાક્ષાત્કાર પહેલાં કામક્રોધનો અંત આવવો જોઈએ.

    પ્રશ્ન : ગાંધીજી એમના અંગત શિષ્યોને ખોટે માર્ગે જતા જોઈને અવારનવાર ક્ષુબ્ધ બની જાય છે. એ માટે એમને આશ્ચર્ય થાય છે અને એ માને છે કે મારી પોતાની જ ત્રુટિઓને લીધે એવું થઈ રહ્યું છે. એ શું બરાબર છે ?

    મહર્ષિએ સ્મિત કર્યું ને થોડાક વખત પછી કહ્યું

    મહર્ષિ : ગાંધીજીએ પોતાની પૂર્ણતાને માટે આટલા બધા વખત સુધી સંઘર્ષ કર્યો છે. બીજા બધા પણ ઠીક સમય પર બરાબર બની રહેશે.

    પ્રશ્ન : મારે રાજયોગનો અભ્યાસ કરવો હતો. મારી શારીરિક અયોગ્યતાને લીધે મારાથી એ અભ્યાસ ના થઈ શક્યો. શરીરના હલનચલનની સાથે મન પણ ફરવા માંડ્યું.

    ઉત્તર : મનને સ્વસ્થ રાખી શકાય તો પછી શરીરમાં એની ઈચ્છા પ્રમાણે ભલે ફેરફારો થયા કરે.

    પ્રશ્ન : શરૂઆતના સાધકને માટે એ અંતરાયરૂપ નથી ?

    ઉત્તર : અંતરાયોની વચ્ચે પણ પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ.

    બ્રહ્મચર્ય હીરા જેવું છે

    ઓશોThursday, April 03, 2008 09:01 [IST] —————

    રસ્તાના કિનારે કોલસાનો ઢગલો પડયો હોય છે. વૈજ્ઞાનિક કહે છે કે, હજારો વર્ષ પછી કોલસો જ હીરો બને છે. કોલસા ને હીરાની વરચે કોઈ રાસાયણિક તફાવત નથી. કોલસાનું ને હીરાનું પરિમાણ એક જ છે, બંનેનું રાસાયણિક મૌલિક સંગઠન સમાન છે. હીરો કોલસાનું જ રૂપાંતરિત રૂપ છે. હીરો કોલસો જ છે.

    હું કહેવા માગું છું કે સેકસ કોલસા જેવી છે, બ્રહ્મચર્ય હીરા જેવું. પરંતુ એ કોલસાનું જ બદલાયેલું રૂપ છે, એ કોલસાનું દુશ્મન નથી. એ કોલસાનું રૂપાંતર છે. એ કોલસાની સમજ દ્વારા નવી દિશામાં થયેલી યાત્રા છે. બ્રહ્મચર્ય સેકસનું વિરોધી નથી, સેકસનું રૂપાંતર છે. સેકસના દુશ્મનને બ્રહ્મચર્ય કદી પ્રાપ્ત થઈ શકતું નથી. બ્રહ્મચર્યની દિશામાં જવું હોય, જવું જરૂરી પણ છે, કારણ કે બ્રહ્મચર્યનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એટલું જ કે પ્રભુનો અનુભવ મળે, ઇશ્વરના જીવન જેવું જીવન મળે. બ્રહ્મચર્ય અર્થાત્ બ્રહ્મની ચર્યા. બ્રહ્મ જેવું જીવન, બ્રહ્મ જેવા અનુભવની ઉપલબ્ધિ. પોતાની શકિતઓને સમજીને એનું રૂપાંતર કરવાથી એ શકય બને છે. રૂપાંતર થવાથી કામ રામના અનુભવમાં કેવી રીતે બદલાઈ જાય છે એની વાત હું કરીશ.

    પરંતુ મને ઘ્યાનથી સાંભળજો કે જેથી કોઈ ગેરસમજ પેદા ન થાય. જો કોઈ પ્રશ્ન ઉભો થાય તો ઇમાનદારીથી લખીને મને આપજો, જેથી કરીને હવે પછીના દિવસોમાં હું તમારી સાથે સીધી વાત કરી શકું. કોઈ પ્રશ્ન સંતાડવાની જરૂર નથી. જીવનમાં જે સત્ય છે તેને સંતાડવાનું કોઈ કારણ નથી. કોઈ સત્યની આનાકાની કરવાની જરૂર નથી. જે સત્ય છે તે સત્ય છે, આપણે આંખો બંધ રાખીએ કે ખુલ્લી.

    એક વાત હું જાણું છું. હું ધાર્મિક મનુષ્ય તેને કહું છું જેનામાં તમામ સત્યોનો સાક્ષાત્કાર કરવાની હિંમત હોય. જેમાનાં જીવનનાં સત્યોનો સામનો કરવાની ક્ષમતા નથી, જે એવા કમજૉર, કાયર, નપુંસક છે એ લોકો ધાર્મિક થાય એવી આશા રાખવી નકામી છે. હવે પછીના દિવસોમાં આ બાબત પર વિચાર કરવાનું નિમંત્રણ આપું છું કે જે વિષયો પર ઋષિમુનિઓ વાત કરે એવી આશા રાખવી કદાચ નકામી છે. કદાચ તમને સાંભળવાની આદત પણ નહીં હોય. તદાચ તમારું મન ડરે પણ ખરું, પરંતુ હું ઇરછું કે આ દિવસોમાં તમે બરાબર સાંભળવાનો પ્રયત્ન કરો. સંભવ છે કે કામ વિષેની સમજ તમને રામના મંદિરમાં પ્રવેશ અપાવી દે. મારી આકાંક્ષા આ જ છે. પરમાત્મા કરે ને એ આકાંક્ષા પૂરી થાય.

    મારી વાતો આટલા પ્રેમથી અને શાંતિથી સાંભળી તે બદલ અનુગ્રહિત છું. અંતે, તમારી અંદર બિરાજમાન પરમાત્માને પ્રણામ કરું છું. મારાં પ્રણામ સ્વીકાર કરશો.

    ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી – સંકલન : એક ઓશો સંન્યાસી

    બાપુનો પત્ર: “બ્રહ્મચર્ય વિના અહિંસાનું પાલન અશક્ય છે.” ————-
    ખરું જોતાં બીજાં બધાં વ્રતો એક સત્યના વ્રતમાંથી જ ઉત્પન્ન થાય છે ને તેને જ અર્થે રહ્યાં છે. જે મનુષ્‍ય સત્યને વરેલ છે, તેની જ ઉપાસના કરે છે તે બીજી કોઈ પણ વસ્તુની આરાધના કરે તો તે વ્યભિચારી ઠર્યો. તો પછી વિકારની આરાધના ક્યાંથી જ કરાય ? જેની પ્રવૃત્તિમાત્ર સત્યનાં દર્શન કરવાને અર્થે છે તે જોત્પત્તિકાર્યમાં કે ગૃહસંસાર ચલાવવામાં કેમ જ પડી શકે ?ભોગવિલાસથી કોઈને સત્ય જડ્યાનો આજ લગી આપણી પાસે એકે દાખલો નથી. અથવા અહિંસાના પાલનને લઈએ તો તેનું પૂર્ણ પાલન બ્રહ્મચર્ય વિના અશક્ય છે. અહિંસા એટલે સર્વવ્યાપી પ્રેમ. જ્યાં પુરુષે એક સ્ત્રીને કે સ્ત્રીએ એક પુરુષને પોતાનો પ્રેમ આપ્‍યો ત્યાં તેની પાસે બીજાને અર્થે શું રહ્યું ? એનો અર્થ જ એ થયો, ‘ અમે બે પહેલાં ને બીજાં બધાં પછી.‘ પતિવ્રતા સ્ત્રી પુરુષને સારુ અને પત્નીવ્રત પુરુષ સ્ત્રીને સારુ સર્વસ્વ હોમવા તૈયાર થશે, એટલે તેનાથી સર્વવ્યાપી પ્રેમનું પાલન ન જ થઈ શકે એ સ્પષ્‍ટ છે. એનાથી આખી સૃષ્ટિને પોતાનું કુટુંબ ન જ બનાવી શકાય, કેમ કે તેની પાસે ‘પોતાનું કુટુંબ મોજૂદ છે અથવા તૈયાર થઈ રહ્યું છે. તેની જેટલી વૃદ્ધિ તેટલો સર્વવ્યાપી પ્રેમમાં વિક્ષેપ થાય છે. આવું થતું આપણે આખા જગતમાં જોઈ રહ્યા છીએ. તેથી અહિંસાવ્રતનું પાલન કરનારથી વિવાહ થઈ ન શકે; વિવાહની બહારના વિકારનું તો પૂછવું જ શું ? ત્યારે જે વિવાહ કરી બેઠાં છે તેમનું શું ? તેમને સત્ય કોઈ દહાડો નહીં જડે ? તે સર્વાર્પણ કદી નહીં કરી શકે ? આપણે તેનો રસ્તો કાઢ્યો જ છે; વિવાહિત અવિવાહિત જેવાં થઈ જવું. આ દિશામાં આના જેવું સુંદર મેં બીજું કશું અનુભવ્યું નથી. આ સ્થિતિનો રસ જેણે ચાખ્યો છે તે સાક્ષી પૂરી શકશે. આજે તો આ પ્રયોગની સફળતા સિદ્ધ થઈ કહી શકાય.
    વિવાહિત સ્ત્રીપુરુષ એકબીજાને ભાઈબહેન ગણતાં થઈ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયાં. જગતમાં રહેલી સ્ત્રીમાત્ર બહેન છે, માતા છે, દીકરી છે એ વિચાર જ માણસને એકદમ ઊંચે લઈ જનાર છે, બંધનમાંથી મુક્તિ આપનાર થઈ પડે છે. આમાં પતિપત્ની કંઈ ખોતાં નથી, પણ પોતાની પૂંજીમાં વધારો કરે છે, કુટુંબ વધારે છે. પ્રેમ પણ વિકારરૂપી મેલ
    કાઢવાથી વધારે છે. વિકાર જવાથી એકબીજાની સેવા વધારે સારી થઈ શકે છે. એકબીજા
    વચ્ચે કંકાસના પ્રસંગ ઓછા થાય છે. જ્યાં સ્વાર્થી, એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસને વધારે સ્થાન રહે છે.
    ઉપરનો પ્રધાન વિચાર કર્યા પછી ને તે હ્રદયમાં ઠસ્યા પછી બ્રહ્મચર્યથી થતા શારીરિક લાભ, વીર્યલાભ વગેરે બહુ ગૌણ થઈ પડે છે. ઇરાદાપૂર્વક ભોગવિલાસ ખાતર વીર્યહાનિ કરવી અને શરીરને નિચોવવું એ કેવી મૂર્ખાઈ ગણાય? વિર્યનો ઉપયોગ બંનેની શારીરિક અને માનસિક શક્તિ વધારવાને સારુ છે. તેનો વિષયભોગમાં ઉપયોગ કરવો તે તેનો અતિ દુરુપયોગ છે અને તેથી તે ઘણા રોગોનું મૂળ થઈ પડે છે.
    આવું બ્રહ્મચર્ય મન, વચન અને કાયાથી પાળવાનું હોય. વ્રતમાત્રનું એમ જ સમજવું. જે શરીરને કાબૂમાં રાખતો જણાય છે પણ મનથી વિકારને પોષ્‍યા કરે છે તે મૂઢ મિથ્યાચારી છે એમ આપણે ગીતામાં જોયું છે; સહુએ એ અનુભવ્યું હોય છે. મનને વિકારી રહેવા દેવું ને શરીરને દાબવાનો પ્રયત્ન કરવો તેમાં નુકસાન જ છે. જ્યાં મન છે ત્યાં શરીર છેવટે ઘસડાયા વિના નહીં જ રહે. અહીં એક ભેદ સમજી લેવાની આવશ્યકતા છે. મનને વિકારવશ થવા દેવું એ એક વાત છે; મન પોતાની મેળે, અનિચ્છાએ, બળાત્કારે વિકારી થાય કે થયા કરે એ જુદી વાત છે. એ વિકારમાં આપણે સહાયભૂત ન થઈએ તો છેવટે જીત જ છે.
    શરીર હાથમાં રહે છે પણ મન નથી રહેતું, એવું આપણે ક્ષણે ક્ષણે અનુભવીએ છીએ. તેથી
    શરીરનો તો તુરત કબજે લેવાનો નિત્ય પ્રયત્ન કરવો, એટલે આપણે કર્તવ્યપાલન કરી
    ચૂક્યા. મનને વશ થયા એટલે શરીર ને મનનો વિરોધ થયો, મિથ્યાચારનો આરંભ થયો.
    મનોવિકારને દબાવ્યા જ કરીએ ત્યાં લગી બંને સાથે જનાર છે એમ કહેવાય.
    આ બ્રહ્મચર્યનું પાલન બહુ મુશ્કેલ, લગભગ અશક્ય માનવામાં આવ્યું છે. તેનાં કારણ શોધતાં એમ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યનો સાંકડો અર્થ કરવામાં આવ્યો છે.
    જનનેન્દ્રિયવિકારનો વિરોધ એટલે જ બ્રહ્મચર્યનું પાલન એમ ગણાયું. મને લાગે છે કે આ
    અધૂરી ને ખોટી વ્યાખ્યા છે. વિષયમાત્રનો નિરોધ એ જ બ્રહ્મચર્ય છે. જે બીજી ઇન્દ્રિયોને
    જ્યાંત્યાં ભમવા દઈ એક જ ઇન્દ્રિયને રોકવાનો પ્રયત્ન કરે છે તે નિષ્‍ફળ પ્રયત્ન કરે છે એમાં શો શક છે?
    કાનથી વિકારની વાતો સાંભળે, આંખથી વિકાર ઉત્પન્ન કરનારી વસ્તુ જુએ, જીભથી
    વિકારોત્તેજક વસ્તુનો સ્વાદ કરે, તે છતાં જનનેન્દ્રિયને રોકવાનો ઇરાદો રાખે, એ તો અગ્નિમાં
    હાથ નાખ્યા પછી ન દાઝવાનો પ્રયત્ન કર્યા બરોબર થયું. તેથી જ જનનેન્દ્રિયને રોકવાનો
    નિશ્ચય કરે તેણે જનનેન્દ્રિયમાત્રને તેના વિકારોથી રોકવાનો નિશ્ચય કરેલો હોવો જ જોઈએ.
    બ્રહ્મચર્યની સંકુચિત વ્યાખ્યાથી નુકસાન થયું છે. મારો તો દઢ અભિપ્રાય છે ને અનુભવ છે કે જો આપણે બધી ઇન્દ્રિયોને એકસાથે વશ રાખવાનો અભ્યાસ પાડીએ તો જનનેન્દ્રિયને વશ રાખવાનો પ્રયત્ન તુરત સફળ થઈ શકે. આમાં મુખ્ય વસ્તુ સ્વાદેન્દ્રિય છે, અને તેથી જ એના સંયમને આપણે નોખું સ્થાન આપ્‍યું છે. તે હવે પછી વિચારીશું.
    બ્રહ્મચર્યનો મૂળ અર્થ સહુ યાદ કરે; બ્રહ્મચર્ય એટલે બ્રહ્મની –સત્યની – શોધમાં ચર્યા એટલે તેને લગતો આચાર. આ મૂળ અર્થમાંથી સર્વેન્દ્રિયસંયમ એ વિશેષ અર્થ નીકળે છે. માત્ર જનનેન્દ્રિયસંયમ એવો અધૂરો અર્થ તો ભૂલી જ જઈએ.
    ‘મંગળ પ્રભાત’માંથી સાભાર-

  22. Malav Vasavada અવતાર
    Malav Vasavada

    Humans have 7 bodies actually.
    1.Sthul sharir ( physical body)
    2.Pransharir ( Etheric body)
    3. Sukshma sharir ( Astral body)
    4. Karan sharir ( Causal body)
    5. Mahakaran sharir ( Greater causal body)
    6. Chaitanya sharir
    7. Virat sharir ( Cosmic body)

    And death comes more complecated then you have known.The reality is totally different. For more information you can contact at swann.99@gmail.com

  23. Chirag Patel અવતાર

    Nice info.

    I do not understand difference between pran sharir and suxma sharir. The same lack understanding is bet. karan sharir and mahakaran sharir.

    Chaitanya sharir – I think it to be atma.

    Virat sharir is what embodies us all together. So, I stop where my atma is.

    Please, elaborate different qualities of such sharirs. That will be useful for readers.

  24. Chirag Patel અવતાર

    There is only one referrence of Virat sharir in Mahabharat. U must be knowing. Krishna showing it to Arjuna.
    It is very difficult to activate this sharir. And the knowledge is also known only to siddhyogis. Lets leave it there.
    I am not talking about atma here. Atma is not related with these bodies.
    Chaitanya sharir is made up of pure conciousness.

    Pran known as aura in english. The technology called Kirlian photography can photograph your aura right next to physical body and we can guess illness well in advance ( 6 months advance)
    with a little sadhna we can see aura of a person as well as ours.

    Suxma sharir is the next step of sadhna. By activating this astral body one can leave physical body behind and roam about anywhere he wants.

    I hope your satisfied. If u have any other questions, I ll be happy to solve.
    Malay Vasavada.

  25. Chirag Patel અવતાર

    Thank you very much Malay.

    Virat sharir is Krushna’s one of the forms. Only “Ishwara” can have that. We cannot have. We can be part of it, but not for us, not even “sidhdha” or “sidhdhona sidhdha”. Please, read Yoga Vaashistha to understand this virat sharir better.

    Whatever Kirlian photography captures is just the infrared image print of our body. Our “shastra”s do not have an equivalent to this as it is part of physical body.

    “prana” is not aura or not related to aura. Anything made of matter particles is not prana. You can consider it lifetron particles which matter particles cannot detect. Please, read chappter 44 of “Autobiography of a Yogi” by Paramahansa Yogananda.

  26. Chirag Patel અવતાર

    very nice.
    You have done much of research and read some of the primary books.
    however, to get clear view I would suggest you to read beyond these books.
    You can start with….
    1. Prantatvayoganubhuti – Shri Vibhakar Pandya
    2. Kundalin Yoga. – Shri Vibhakar Pandya
    3. Aghora the left hand of God.
    4. Aghora 2 – Kundalini –
    5. Aghora 3 – The law of Karma.
    Author of 3,4,5 is Robert Swaboda
    If you are really interested in knowing connection between science and yog, I would very much recommend you to read these books.
    After you complete these books, let me know. I ll suggest you some higher books.
    Thank you,
    Malay Vasavada.

  27. Chirag Patel અવતાર

    Malay,

    First of all, I prefer reading “saatvik” or “right hand” subjects. “bhakti” is my prime interest. I have studied “rajayoga” of Patanjali and Swami Vivekananda, and do practice it.

    If you can brief me on those books, I may develop interest in reading those. Not that I am denying truthfulness of those, somehow it does not attract me.

    If you think there are higher books than “Gita”, “Upanishads”, “Yoga sutra”, “Yoga Vaashistha”, “Bhagavat”, do let me know. I like reading Swami Vivekananda, Shri Aurobindo, Osho Rajnish, Krushnamurti, Swami Sachchidananda.

    Please, don’t get me wrong. I am uttering my interests here. You are the only reader so far who has communicated with deep interest. Regards.

  28. bharati અવતાર
    bharati

    very good.I like this.please guide us more about life and death.I am not going to tell but I remember daily my husband.every day I think of him.and always i think where vill be his soul must be.

  29. Gregory અવતાર
    Gregory

    Hi can you translate some practices from Shri Vibhakar Pandya book Prana Tatva Yoganubhuti. I don’t now gujarti but his books seems to be very good. Do you have any his books in pdf except work about kundalini ?

Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો