કલ્કી અવતરણ – ચીરાગ પટેલ ઑગસ્ટ 19, 2008
ૐકારના ‘અ’ ધ્વનીનો રણકાર.
પ્રાણના નીશ્ચેટ સમુદ્રમાં એક તરંગનો ઉદભવ.
એ તરંગનું એકાએક ઘનીભવન.
ઘનીભુત તરંગમાંથી એક દેદીપ્યમાન જ્યોતીનું પ્રગટીકરણ.
એ જ્યોતીનું એક પરપોટા સમાન ભાસતાં એક બ્રહ્માંડને કરાતું ભેદન.
જ્યોતી વડે કરાતું બ્રહ્માંડનું પરીભ્રમણ.
એક નીશ્ચીત લક્ષને પકડીને જ્યોતીની શરુ થતી સફર.
મહતતત્વનાં અણદીઠાં વાદળોમાં ચમકતી આકાશગંગાઓ.
મન્દાકીની આકાશગંગાના તારલાંપુંજોથી બનેલી શાખા તરફ જ્યોતીનું પ્રયાણ.
નવલખાં ગ્રહોની બનેલી અનુપમ હારમાળા વચ્ચે શોભતો સુર્ય.
સુર્યમણીની નજીકમાં જ સોહાતી મા પૃથ્વી તરફ ખેંચાતી જ્યોતી.
ભરતખંડના દક્ષીણભાગે રમણીય સમ્ભલ ગામ.
ગામનાં મધ્યે આવેલાં નાના-શા ઘર પર જામતી ચાન્દનીનો પ્રકાશ.
દશે દીશાઓમાં આનન્દોર્મીની ચઢતી ભરતી.
સમગ્ર વાતાવરણને આચ્છાદીત સુખડમય સુગન્ધી.
નર-નારીનું પારમ્પરીક નવસર્જન પ્રેરતું મીલન.
સત્વ અને રજથી રચાતો અણુ-બ્રહ્માંડ સરીખો કોષ.
જ્યોતીનો એ કોષમાં પ્રવેશ.
અચાનક કોષની જડતાનો અંત અને ચેતનની શરુઆત.
મંગળવાદ્યોનું દ્યોતક એવું કલ્કીનું અવતરણ!
——————————————-
સાથે જ મારા અગાઉના સર્જનને પણ જોવા વીનંતી: https://parimiti.wordpress.com/2007/11/02/
8 comments
Comments feed for this article
ઓગસ્ટ 20, 2008 at 11:07 એ એમ (am)
Chirag Patel
https://parimiti.wordpress.com/2007/11/02/
ઓગસ્ટ 20, 2008 at 11:08 એ એમ (am)
Chirag Patel
https://parimiti.wordpress.com/2007/12/02/
ઓગસ્ટ 20, 2008 at 3:32 પી એમ(pm)
pragnaju
જ્યોતીનો એ કોષમાં પ્રવેશ.
અચાનક કોષની જડતાનો અંત અને ચેતનની શરુઆત.
મંગળવાદ્યોનું દ્યોતક એવું કલ્કીનું અવતરણ!
ખૂબ ચીંતન માંગતા વિચારો
સવારે સૂર્યોદય સમયે આપોઆપ ગુંજન થતો યજુર્વેદનો આ મંત્ર
तन्मे मन: शिवसंकल्पस्तु !
મારું મન હંમેશા કલ્યાણકારક સંકલ્પવાળું બનો.
તેમા જ્યોતિ સ્વરુપ ચંચળ મનને શિવ સંકલ્પ કરવા આહ્વાહન છે.
ઓગસ્ટ 20, 2008 at 5:53 પી એમ(pm)
સુરેશ
બહુ જ સરસ શબ્દાંકન . પણ સંભલ ગામમાં કલ્કી અવતાર – આ ન સમજાયું.
ઓગસ્ટ 25, 2008 at 8:43 પી એમ(pm)
dhavalrajgeera
तन्मे मन: शिवसंकल्पस्तु !
http://www.bpaindia.org
સપ્ટેમ્બર 12, 2008 at 11:09 પી એમ(pm)
Neela
ખુબ સરસ છે. મને તમારો આ બ્લોગ બહુ ગમે છે.
સપ્ટેમ્બર 14, 2008 at 10:54 એ એમ (am)
Tarun Patel
Dear Chirag,
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.
I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.
So far I have posted 23 profiles of Gujarati Bloggers.
I invite you to have your profile posted on the community.
I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.
Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogs benefit you?
5. Which is your most successful blog? dhams.it@gmail.com
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
—
Tarunkumar Patel
GujaratiBloggers.com/blog
tarunpatel.net
સપ્ટેમ્બર 16, 2008 at 5:22 એ એમ (am)
jayeshupadhyaya
ખુબ સરસ ગમ્યું