You are currently browsing the category archive for the ‘ઈતીહાસ’ category.

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008

વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી – સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી – રાવી, અશ્કીની કે ઈસ્કમતી – ચનાબ, વીતસ્તા – ઝેલમ, વીપાસ – બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ – ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).

આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.

1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.

2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?

3. ઋગ્વેદમાં દેવ કે રાજાને “શહેરોનો ધ્વંસ કરનાર” એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!

4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.

5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.

6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.

7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?

8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html

9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં “-3102-02-18 12:00” નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે ‘સમુદ્ર’નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?

11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?

12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને ‘રા’ કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ ‘રા’ એટલે સુર્ય.

13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.

14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.

15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.

16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.

આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.

સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization – David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. https://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3
(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)

======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.

ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.

એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?

======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.

======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની ‘પુર્ણ સ્વરાજ્ય’ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.

======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.

======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.

રામની વંશાવળી

બ્રહ્મા
|
મરીચી (10 પ્રજાપતી) અને કલા
|
કશ્યપ અને અદીતી, કશ્યપ મનુષ્યજાતીના પીતા
|
વીવસ્વાન (સુર્ય)
|
મનુ (વૈવશ્વત મનુ), ઈક્ષ્વાકુ વંશની શરુઆત
|
ઈક્ષ્વાકુ
|
કુક્ષી
|
વીકુક્ષી
|
બાણ
|
અનારણ્ય
|
પૃથુ
|
ત્રીશંકુ
|
ધુંધુમાર
|
યુવાનશ્વ
|
માંધાતા
|
સુસંધી
|
પ્રસેનજીત + દૈવસંધી
|
ભરત
|
અસીત
|
સગર
|
અસમંજ
|
અંશુમાન
|
દીલીપ
|
ભગીરથ
|
કાકુસ્થ
|
રઘુ (રઘુવંશના સ્થાપક)
|
પ્રવર્ધ
|
શંખણ
|
સુદર્શન
|
અગ્નીવર્ણ
|
શ્રીઘ્રગ
|
મારુ
|
પ્રસુશ્રુક
|
અંબરીષ
|
નહુષ
|
યયાતી
|
નભગ
|
અજ
|
દશરથ
|
રામ + લક્ષ્મણ + ભરત + શત્રુઘ્ન
|
લવ + કુશ

કૃષ્ણ અને ઈતીહાસ – ચીરાગ પટેલ Aug 16, 2007

આજે શ્રીરામકૃષ્ણ પરમહંસના મૃત્યુને 121 વર્ષ થયાં (Feb 18, 1836 – Aug 16, 1886). અનાયાસે જ આજે કૃષ્ણની ઐતીહાસીક્તા વીશે લખવાનું મને મન થયું. કૃષ્ણને કોણ નથી ઓળખતું. પુરાણપુરુષ, પુરુષોત્તમ, ભગવાન, વીચક્ષણ રાજપુરુષ, ગીતાનાં ઉદ્બોધક, સખા, મીત્ર, ગોપાળ, અને કાંઈ કેટલાંયવીશેષણો આપણે એ વ્યક્તીવીશેષને આપ્યાં છે અને આપતાં રહીશું. એમનાં પર ઘણાં બધાં પ્રખર વ્યક્તીઓએ લખ્યું છે, ગાયું છે, અને એમનાંઉપદેશોનું પાલન કર્યું છે. ઘણાં લોકોએ એમને સમજ્યા વગર એમની અમુક બાબતોનું ખોટી રીતે અર્થઘટન કરી અમલમાં મુકી છે.ભારતીય-બીન ભારતીય વીદ્વાનોએ ઉત્તમ કક્ષાનું વીવેચન આપ્યું છે. ઘણાં એવાં વીદ્વાનો પણ છે, જેમણે કૃષ્ણની ઐતીહાસીક્તા ચકાસવાનો પણપ્રયત્ન કર્યો છે.

આપણામાંના ઘણાં જાણતાં જ હશે કે પ્રોફેસર રાવ દ્વારકાનાં દરીયામાં કૃષ્ણની સોનાની દ્વારકા શોધવાની કોશીશ કરે છે, અનેએમને પુરાતન નગરીનાં અવશેષો પણ હાથ લાગ્યાં છે. જો કે, વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે એ અવશેષો 3000-4000 વર્ષ જુનાં જણાયાં છે. ઘણાંપાશ્ચાત્ય ઈતીહાસવીદો આર્યોનાં ભારતમાં આગમનનો સમય 3500-4000 વર્ષ જણાવે છે. અને આપણે પણ એવું જ ભણીએ કે ભણાવીએ છીએ!તો શું કૃષ્ણ 3000 વર્ષ પહેલાં થઈ ગયાં અને એમનાં પછીના 700 વર્ષમાં જ બુધ્ધનો જન્મ થયો? અમુક સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ શોધવા જુદાં સંદર્ભોનો ઉપયોગ કર્યો છે, જે હું અહીં સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કરીશ.

આજથી 200 વર્ષ પહેલાં જ્હોન પ્લેફેર નામના એક ગણીતવીદ થઈ ગયાં. એમણે સાબીત કર્યું છે કે ભારતમાં ખગોળીય ઘટનાઓ નોંધવાનીશરુઆત 4300BCE એટલે કે આજથી 6300 વર્ષ પહેલાં થઈ હતી. આપણાં ઘણાં બધાં ગ્રંથોમાં ખગોળીય ઘટનાઓના ઉલ્લેખ હોય છે. ભલેઆપણે આજની જેમ નવ ગ્રહોને જાણતાં નહોતાં, પરંતુ આપણાં ઋષીસુર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શની, ગુરુ, મંગળ, રાહુ, અને કેતુના સચોટસ્થાનને દર્શાવી શકતાં હતાં. અને એ પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધી! રાહુ અને કેતુ અનુક્રમે ચંદ્રના ભ્રમણકક્ષનાં દક્ષીણ અને ઉત્તર બીંદુઓ છેજે કાલ્પનીક છે. જો આપણે માનીએ કે ખગોળીય શાસ્ત્રનો વીકાશ યુરોપમાં 14મી સદીમાં થયો અને આપણાં જ્યોતીશીઓએ આપણાં પુરાણોમાંફેરફાર કરીને 14મી સદીથી 4500 વર્ષ જુની ખગોળીય ઘટનાઓ મુકી દીધી, તો શું એ હાસ્યાસ્પદ નથી લાગતું? આજનો કયો જ્યોતીષભુતકાળની ખગોળીય ઘટનાનો ચોક્કસ સમય શોધી આપી શકે છે? (અને તે પણ 1 ડીગ્રીના 60મા ભાગ સુધીની ચોકસાઈ સાથે) એટલે માનવુંજ રહ્યું કે પ્રાચીન ઋષીઓને ખગોળ, ગણીત અને સમયનું ઉંડું જ્ઞાન હતું.

આજના સમય પરથી ભુતકાળની ચોક્કસ ખગોળીય ઘટનાને શોધવામાં ભૌતીક વીજ્ઞાનનો ઉંડો અભ્યાસ હોવો જરુરી છે, અને ઘણાં બધાંસમીકરણો ઉકેલવાની જરુર રહે છે.

આપણે સહુ કૃષ્ણનાં મૃત્યુની ઘટના જાણીએ છીએ. એ મુજબ ભાલકા તીર્થ નજીકનાં સ્થળે કૃષ્ણ યાદવાસ્થળી પછીના સમયે ઉંડા મનનમાં બેઠાંહતાં. ત્યારે, એક પારધીએ એમનાં પગની પાનીને હરણ સમજી તીર માર્યું, અને કૃષ્ણે દેહ છોડ્યો. ઘણાં લોકો કળીયુગની શરુઆત આ સમયથીથઈ હોવાનું જણાવે છે. મહાભારત અને ત્યાર પછીનાં ગ્રંથોમાં કૃષ્ણના મૃત્યુસમયની એક ખગોળીય ઘટના નોંધાઈ છે! કૃષ્ણે જ્યારે સાત ગ્રહો(રાહુ અને કેતુ સીવાયનાં) રેવતી નક્ષત્રમાં હતાં ત્યારે દેહત્યાગ કર્યો હતો! કેટલું સચોટ અવલોકન! રેવતી નક્ષત્રને પાશ્ચાત્યવીજ્ઞાનમાં ZetaPiscium કહે છે. હવે જો આજનાં ખગોળીય જ્ઞાન અને ગણીતનો સમંવય કરીને ગણતરી માંડીએ તો તારીખ આવે છે: February 18,3102BCE. ઠીક આજથી 5109 વર્ષ પહેલાં!!! અને એ જ રીતે એમનો જન્મ 19 કે 21 July 3228BCE થયો હોવો જોઈએ!

રામનો જન્મ કૃષ્ણનાં લગભગ 1000 વર્ષ પહેલાં થયો હતો, એટલે કે 6000 વર્ષ પહેલાં. અને હજુ આગળ વધીએ તો મનુ કે જેમણે પૃથ્વીનાઘણાં જીવોને વીશ્વવ્યાપી પુરમાંથી બચાવ્યાં હતાં એ ક્યારે થયાં હોઈ શકે? છેલ્લો હીમયુગ પુરો થયાં પછી. કારણકે, હીમયુગ પછી વીશ્વવ્યાપીપુરનો ઉલ્લેખ દાખલાંઓ સાથે મળી આવે છે, તેનાં ભૌગોલીક પુરાવાં પણ મળ્યાં છે. આ હીમયુગ આજથી લગભગ 10,000 વર્ષ પહેલાં પુરોથયો હતો! આ જ તર્ક પર આગળ વધીએ તો લાગે છે કે આર્યો ભારતમાં જ વસતાં હતાં. આર્યદ્રવીડોની લડાઈ જેવું કાંઇ થયું હોઈ ના શકે,છેવટે 3500 વર્ષ પહેલાં તો નહીં જ. આ બાબતની ચર્ચા ફરી ક્યારેક…

ૐ તત સત!

અતીથી સંખ્યા

  • 16,572 hits