You are currently browsing the category archive for the ‘સંસ્કૃત સાહિત્ય’ category.

સમત્વ – ચીરાગ પટેલ Nov 16, 2007

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ

શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને તેજસ્વી બનાવે, અમે એક્બીજાનો દ્વેષ ના કરીએ. અમને શાંતી પ્રાપ્ત થાઓ.

આ શ્લોકમાં જણાવેલ સમત્વ કેટલી મોટી વૈચારીક ક્રાંતીનું નીમીત્ત બની શક્યુ હોત! પરંતુ, આપણે આ મંત્ર ગોખીને પઢતા રહ્યાં, વર્ષો સુધી! આપણા રોજીંદા જીવનની ઘટમાળથી લઈને, નોકરી-ધંધો, સમાજ, રાજકારણ, રાષ્ટ્રીયતા વગેરેને સ્પર્શતા મુદ્દાઓનો કેટલો સરસ ઉકેલ આ શ્લોકમાં રહેલો છે. આવી સ્પર્શતી બાબતો પર તો એક મહા-નીબંધ લખી શકાય. કીંતુ, આજે વાત કરીશું ‘સમત્વ’ની એક અલગ કોણેથી.

આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આજની તારીખમાં કરવાના કામોની યાદી બનાવીએ છીએ (ખરેખર?). આ તારીખ નક્કી કરવા માટે કેટલા બધાં પંચાંગ કે કેલેંડર છે! અને છતાં, આપણે ગ્રેગોરીયન કેલેંડર પર આજે સહમતી પર છીએ. સમય પાલનમાં આપણે 24કલાકની ઘડીયાળ અપનાવી લીધી છે. માપનની પધ્ધતી અને તોલમાપ માટે દુનીયામાં સહમતી છે (અમેરીકા કે ગણ્યાં ગાંઠ્યા દેશોને છોડીને). આપણે સીસ્ટમ ઈંટરનેશનલના ધારાધોરણ મુજબ મીટર, કીલોગ્રામ, સેકંડ, લીટર અપનાવી લીધા છે. દરેકે દરેક ક્ષેત્રમાં આજે દુનીયામાં સ્ટાન્ડર્ડ રખાતા થઈ ગયા છે, કે જેથી દુનીયાની મહત્તમ જનસંખ્યાને સુલભ ઉપલબ્ધી રહે. યુનીકોડ ફોંટ, 220 કે 110 વોલ્ટ, વીસીડી કે ડીવીડીની ફોર્મેટ, ઈલેક્ટ્રીક પ્લગનો આકાર, ટીવી પ્રસારણ માટેનો બેંડ, ટીવીસેટ, મોબાઈલ ફોનનો પ્રકાર, ફોન નમ્બર, પીન કોડ કે ઝીપ કોડ, વગેરે વગેરે વગેરે. યાદી કેટલી લાંબી થઈ શકે એનો અંદાજો પણ નથી. કલાપીની જેમ કહી શકાય? “જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.”

શું શાંતીપાઠનું ખરું પાલન થવું હવે જ શરું થયું છે? અને દુઃખની વાત એ છે કે, ભારત શાંતીપાઠ ગોખીને બેઠું રહ્યું અને પશ્ચીમે એનો ખરેખર અમલ કરી બતાવ્યો. આજની તારીખે પણ સ્ટાંડર્ડ નક્કી કરવામાં ભારત માત્ર અનુસરણ જ કરી રહ્યું છે. “દ્વેષ” તો ભારતના પ્રદેશો વચ્ચે કે એક જ પ્રદેશનાં લોકો વચ્ચેથી પણ દુર નથી થયો.

પ્રભુ, શાંતી, શાંતી, શાંતી (મારા મગજને ઠંડુ પાડ, પ્રભુ)!

દેવી સૂક્તમ(અનુષ્ટુપ છંદ)
નમોદેવ્યૈ મહાદેવ્યૈ સતતં નમઃ ॥ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા: પ્રણતા: સ્મતામ 1
રૌદ્રા થૈનમોનિત્યાયગૌર્યે ધાત્ર્યૈ નમો નમ: જ્યોત્સ્નાયા ચેંદુરૂપિણ્યૈ સુખાયૈ સતતં નમઃ 2
કલ્યાણ્યૈ પ્રણતાં વૃધ્ધયૈ સિધ્ધયૈ કૂર્મ્મો નમો નમ: નૈર્રુર્ત્ય ભૂલુતાં લક્ષ્મ્યૈ શર્વાણ્યૈ તે નમો નમ: 3
દુર્યાયૈ દુર્ગ પારાયૈ સારાયૈસર્વ કારિણ્યૈ ખ્યાત્યૌ તથૈવકૃષ્ણાયૈ ધુમ્રાયૈ સતતં નમઃ 4 અતિસૌમ્યાતિરૌદ્રાયૈ નમોસ્તસ્યૈ નમો નમ: નમો જગત્પ્રતિષ્ઠાયૈ દેવ્યૈત્યૈ નમો નમ: 5
યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાયેતિશબ્દિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 6
યા દેવી સર્વભૂતેષુ ચેતને ત્યાંભિધીયતે નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 7
યા દેવી સર્વભૂતેષુ બુધ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 8
યા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 9
યા દેવી સર્વભૂતેષુ ક્ષુધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 10
યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 11
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 12
યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 13
યા દેવી સર્વભૂતેષુ ક્ષાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 14
યા દેવી સર્વભૂતેષુ જાતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 15
યા દેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 16
યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 17
યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 18
યા દેવી સર્વભૂતેષુ ક્રાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 19
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 20
યા દેવી સર્વભૂતેષુ વૃત્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 21
યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 22
યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 23
યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 24
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 25
યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 26

ઈંદ્રિયાણામધિષ્ઠાત્રીભૂતાનાં ચાખિધેષુયા ભૂતેષુમતતસ્યૈ વ્યાપયૈદેવ્યૈ નમો નમ: 27
ચિતિરૂપેણ પ્રાકૃતિં મેદવ્યાપ્યસ્થિતા જગતં નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: 28
સ્તુતાસરે: પૂર્વમભીષ્ટસંશ્રયાત્તમ સુરેદેણદિષુ સેવિતા
કરેતુંસાન શુભેહેતરીશ્વરી શુભનિદ્રાણ્યભિહંતુચાપદ: 29

યાસાં પ્રતંચોધ્ધતદૈત્યતાપિતૈસ્માભિરીશા અસુરેત: મરુતયે
યાચ સ્મૃતાતત્ક્ષણમોહંતિન: સર્વાપદો ભક્તિવિનમ્રભૂતિભિ: 30

અતીથી સંખ્યા

  • 16,572 hits